Saturday, December 31, 2016

સાસણની હોટલોમાં ફૂડ વિભાગે 80 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો

DivyaBhaskar News Network | Dec 29, 2016, 05:05 AM IST
સાસણસહિત ભાલછેલ, હરીપુર ગામમાં આવેલ મોટા રીસોર્ટ, હોટલો અને રેસ્ટોરન્ટમાં આજે ફુડ વિભાગની ટીમ ત્રાટકી હતી અને ચેકિંગ દરમિયાન હાથ લાગેલ 80 કિલો અખાદ્ય ખાદ્ય વસ્તુનો નાશ કરી ખાન-પાનની વિવિધ ચીજોનાં સેમ્પલો લઇ વડોદરા ફુડ લેબોરેટરીમાં મોકલેલ. ફુડ વિભાગએ ચેકિંગ હાથ ધરતા હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અંગેની મળતી વિગત મુજબ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જૂનાગઢનાં ઓફીસર જે.એચ.શાહ, ફુડ ઇન્સ્પેકટર પી.બી. સાવલીયા સહિતની ફુડ વિભાગની ટીમએ સાસણ નાતાલનાં વેકેશનમાં આવતા પ્રવાસીઓને અખાદ્ય અને વાસી ખોરાક મળે તે માટે આજે ચેકિંગ હાથ ધરેલ ચેકીંગ દરમિયાન 80 કિલો અખાદ્ય ખોરાકનો નાસ કરેલ અને અનાજ, કઠોળ, તેલ, ઘી, ડ્રીન્કીંગ વોટર, મસાલા, તથા તૈયાર રાંધેલા ખોરાકનાં સેમ્પલો લઇ વડોદરા ફુડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપેલ લેબોરેટરી તપાસમાં નમુનામાં ભેળસેળ કે હલકી ગુણવતા આવશે.

તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. સાથે હોટલ, રીસોર્ટ, રેસ્ટોરન્ટમાં હાઇઝીનીક કંડીશન, ચોખ્ખાઇ તથા એફએસએસએઆઇનાં નિયમોનું પાલન કરનાર રેસ્ટોરન્ટ, હોટલને નોટીસ આપવામાં આવશે.

No comments: