Saturday, December 31, 2016

બવાડીયાની સીમમાં બીમાર સિંહ-સિંહણને સારવાર અપાઇ

DivyaBhaskar News Network | Dec 07, 2016, 02:35 AM IST
સ્થળ પર સારવાર આપી મુકત કર્યા

અમરેલીરેંજના બવાડીયા ગામે રેવન્યુ વિસ્તારમા ક્રાંકચ બીટમા એક સિંહણ અને સિંહ બિમાર હોવાનુ વનવિભાગને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંનેને સારવાર આપી સ્થળ પર મુકત કરી દીધા હતા. બિમાર સિંહ અને સિંહણને સારવાર આપ્યાની ઘટના અમરેલી રેંજના બવાડીયા ગામે રેવન્યુ વિસ્તારમા ક્રાંકચ બીટમા બની હતી. સિંહણ અને સિંહ બિમાર હાલતમા આંટાફેરા મારતા હોય અંગે વનવિભાગને જાણ થતા આરએફઓ વિઠ્ઠલાણી તેમજ સ્ટાફના મેરાભાઇ, પિયુષભાઇ, એન.પી.સોલંકી, ડો.વામજા વિગેરે અહી દોડી ગયા હતા. સિંહ અને સિંહણને બેભાન કરી સ્થળ પર સારવાર આપવામા આવી હતી. બંનેને ગુમડા થયા હોવાનુ વનવિભાગે જણાવ્યું હતુ. બાદમાં બંનેને સ્થળ પર મુકત કરી દેવામા આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જંગલ તેમજ રેવન્યુ વિસ્તારમાં અનેક વખત સિંહ, સિંહણ બિમાર પડવાની ઘટનાઓ બનતી રહે છે.

No comments: