Saturday, December 31, 2016

જૂનાગઢમાં કેન્દ્રની મંજૂરી બાદ તૈયાર થશે સફાઇ પાર્ક,ટુરિઝમને વેગ મળશે

Bhaskar News, Junagadh | Dec 26, 2016, 00:57 AM IST

જૂનાગઢઃમુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારનાં ભેંસાણનાં ચણાકામાં આવેલા રૂપાણી પરિવારનાં  સૂરાપુરા અને કેળદેવીનાં દર્શન કર્યા હતા.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તકે કહ્યું હતું કે, ગિરનારનાં જંગલમાં ટુંક સમયમાં જ પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તેવુ આયોજન રાજય સરકારે કર્યુ છે.

તેના માટે રાજય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.  આગામી ત્રણ માસમાં કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ફોરેસ્ટ એરીયા ટુરિઝમનો પ્રોજેકટ ખુલ્લો મુકાશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ગિરનારનાં જંગલમાં સિંહ દર્શન માટે સફારી પાર્ક બનાવાશે.તેમજ આ જ પ્રકારે ધારીમાં પણ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સફારી પાર્ક બનાવવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી વધુમાં કહ્યું હતું કે, ગિરનાર રોપ-વેની કામગીરી પણ ઝડપ ભેર ચાલી રહી છે. આ કામ પણ બે વર્ષમાં પૂર્ણ થશે.

No comments: