સુત્રાપાડાઃસુત્રાપાડામાં
 વાણીયાવાવ સીમ વિસ્તારમાં દીપડો આટાંફેરા કરતો હોય અને સીમ શાળાની બાજુમાં
 હરતો ફરતો જોવા મળતો હોય અને રોજ કુતરા તેમજ અન્ય પ્રાણીઓનો શિકાર કરતો 
હોય જેને લીધે આજુબાજુ વસવાટ કરતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયેલ. જેથી 
સુત્રાપાડા ફોરેસ્ટર વિભાગને અરજી મળતા સાથે ફોરેસ્ટર વિભાગ દ્વારા ગત 
રાત્રીનાં દીપડાને પાંજરે પુરવા પાંજરૂ મુકેલ જેમાં રાત્રીનાં સમયે દીપડો 
ખોરાકની શોધમાં આવેલ ત્યારે પાંજરે પુરાઇ જતા ઇન્ચાર્જ આરએફઓ ખુમાણભાઇ અને 
ગાર્ડ વિરાભાઇ દ્વારા દીપડાને પાંજરે પુરી સાસણ એનિમલ હેલ્થકેર સેન્ટર ખાતે
 મોકલી આપેલ હતો. દીપડો પાંજરે પુરાઈ જતા તંત્ર અને ખેડૂતોએ રાહતનો શ્વાસ 
લીધો હતો.
દિપડાને સાસણ એનિમલ કેર ખાતે ખસેડાયો
રાત્રીનાં
 સમયે દીપડો ખોરાકની શોધમાં આવેલ ત્યારે પાંજરે પુરાઇ જતા ઇન્ચાર્જ આરએફઓ 
ખુમાણભાઇ અને ગાર્ડ વિરાભાઇ દ્વારા દીપડાને પાંજરે પુરી સાસણ એનિમલ 
હેલ્થકેર સેન્ટર ખાતે મોકલી આપેલ હતો. દીપડો પાંજરે પુરાઈ જતા તંત્ર અને 
ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
No comments:
Post a Comment