Tuesday, February 28, 2017

અમરેલી: બાગાયતી પાક માટે 1 કરોડનાં ખર્ચે સંશોધન કેન્દ્ર બનશે

Bhaskar News, Amreli | Feb 23, 2017, 02:25 AM IST

  • અમરેલી: બાગાયતી પાક માટે 1 કરોડનાં ખર્ચે સંશોધન કેન્દ્ર બનશે,  amreli news in gujarati
અમરેલી:રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકારનું પ્રથમ બજેટ લોકોની આશા અને અપેક્ષા સાથે રાજ્યનો સર્વાંગી વિકાસ કરનારું  છે. તેમ રાજ્યનાં કૃષિમંત્રી અને અમરેલી જિલ્લાનાં ખેડૂતનેતા વી.વી.વઘાસીયાએ જણાવ્યું છે કે રાજ્યનાં ખેડૂતોનો વિકાસ થાય અને ગામડાંઓ ભાંગતા બચે તેની પુરી ચિંતા રાજ્ય સરકારે કરી છે.

રાજયનું બજેટ ખેતી અને ગામડાઓની કાયાપલટ કરશે

કૃષિમંત્રી વી.વી.વઘાસીયાએ અમરેલી જિલ્લા બાબતે જણાવ્યું હતું કે જિલ્લામાં મગફળી અને તુવેરનાં સમયસર ખરીદ સેન્ટર શરૂ કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવો ભાજપની સરકારે આપ્યા છે. એક સર્વે નંબરમાં બીજુ વીજ કનેક્શન આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ થાય અને જનતાની સુખ-સુવિધામાં વધારો થાય તેવા પ્રયત્નો તેમના દ્વારા થઇ રહ્યા છે. જેના પરિણામે સાવરકુંડલા ખાતે બાગાયત વીભાગ દ્વારા બાગાયતિ પાકો માટે સંશોધન કેન્દ્ર સ્થાપીને જિલ્લાને બાગાયત ક્ષેત્રે આગળ લઇ જવાની પ્રતિબધ્ધતાં કૃષિમંત્રી વી.વી.વઘાસીયાએ વ્યક્ત કરી છે.

અમરેલી, લાઠી, ચાવંડ રોડને ફોરટ્રેક બનાવાશે

આ ઉપરાંત બાઢડા-રાજુલા, હિંડોરણા રોડ, અમરેલી, લાઠી, ચાવંડ રોડને ફોરટ્રેક બનાવવામાં આવશે. તદ્દ ઉપરાંત રાજુલા ખાતે કોર્ટનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે. આમ અમરેલી જિલ્લાને રોડ-રસ્તાની સારી સુવિધા મળે તે અપેક્ષા બજેટમાં સંતોષવામાં આવી છે. ખેડૂતોને 1 ટકાએ કે.સી.સી. ધિરાણ, ટ્રેક્ટર સબસીડી સહાય યોજનામાં બજેટમાં વધારો, ખેતીવાડીમાં સોલારપંપ, ડ્રીપ સહાય તેમજ વાયર ફેન્સિંગ યોજના સહિત અનેકવિધ યોજનાઓ ખેતીમાં મોટી ક્રાંતિ લાવશે.

આગામી સમયમાં જિલ્લાનાં સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સુવ્યવસ્થિત કનેક્ટીવીટી દ્વારા ગત વખત અને ચાલુ વર્ષે એમ જિલ્લામાં 200 જેટલા નવા રોડ મંજુર કરવામાં આવશે તેમ રાજ્યનાં કૃષિમંત્રી અને અમરેલી જિલ્લાનાં ખેડૂત નેતા વી.વી.વઘાસીયાએ જણાવ્યું હતું.

No comments: