Tuesday, February 28, 2017

શિવરાત્રીને લઇ પ્રવાસન સ્થળોએ ભીડ

સક્કરબાગમાં ગત વર્ષની સરખામણીમાં 20 ટકા પ્રવાસી વધ્યા

જૂનાગઢમાં સક્કરબાગને 37 હજાર પ્રવાસીઓએ 6.70 લાખ કમાણી કરાવી

શિવરાત્રીનોમેળો માણવા આવેલા ભક્તો જૂનાગઢના પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેવાનું ચુકતા નથી.ખાસ કરીને ઉપરકોટનો કિલ્લો તથા સક્કરબાગની મોટી સંખ્યામાં લોકો મુલાકાત લે છે.છેલ્લા પાંચ દિવસમાં સક્કરબાગને 37 હજાર પ્રવાસીઓએ રૂા6.70 લાખની કમાણી કરાવી હતી. ઉપરકોટમાં પણ અંદાજે 45 હજાર જેટલા મુલાકાતીઓ આવી પહોંચ્યા હતા

જૂનાગઢ એટલે ભક્તિ અને હરવા ફરવાનું શહેર. શહેરમાં આવેલા જગ વિખ્યાત ભવનાથ મહાદેવના દર્શને શિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.

તો શહેરના તમામ પ્રવાસન સ્થળની પણ મુલાકાત લેવાનું ચુકતા નથી .જેટલા પ્રવાસીઓ સમગ્ર વર્ષમાં નથી આવતા તેટલા મુસાફરો શિવરાત્રી અને પરિક્રમા દરમીયાન આવી પહોંચતા હોય છે. ચાલુ વર્ષે શિવરાત્રીના મેળામાં આવેલા ભક્તોએ જગ વિખ્યાત સક્કરબાગ ઝીયોલોજીકલ પાર્ક અને ઉપરકોટના કિલ્લાની મુલાકાત લીધી.તા. 20થી 24 દરમિયાન માત્ર સક્કરબાગમાં 37 હજાર મુલાકાતીઓ આવી પહોંચ્યા હતા અને 6.70 લાખની કમાણી કરાવી હતી. ગત વર્ષની સરખામણીમાં 20 ટકા મુલાકાતીઓ વધ્યા હતા. જ્યારે ઉપરકોટ કિલ્લામાં અંદાજે 45 હજારથી વધુ મુલાકાતીઅો આવી પહોંચ્યા હતા.

No comments: