Tuesday, February 28, 2017

મોડીરાત્રે પીપાવાવ-કોવાયા રોડ પર બે સિંહોની લટાર, લોકો કર્યા સિંહ દર્શન

Jaidev Varu, Pipavav | Feb 14, 2017, 16:50 PM IST
મોડીરાત્રે પીપાવાવ-કોવાયા રોડ પર બે સિંહોની લટાર, લોકો કર્યા સિંહ દર્શન,  amreli news in gujarati
અમરેલી:અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ આસપાસ માર્ગ પર સિંહોનો દબદબો છે. અહીં માર્ગ પર સિંહો દિવસમાં અનેક વખત પસાર થાય છે પણ કોઈ દિવસ કોઈ વાહન ચાલક પર હુમલાનો પ્રયાસ પણ કર્યો નથી. અહીં અવાર-નવાર માર્ગ પર સિંહો લટાર મારતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે ગત રાતે પીપાવાવ કોવાયાના માર્ગ પર બે સિંહો  રાતના સમયે રોડ પર જોવા મળતાં પરપ્રાંતી કર્મચારી અને હિન્દી મહિલાઓ પણ ઉમટી પડી હતી.  

કોવાયા પીપાવાવ માર્ગ પર ઉભા રોડે ઘણી લાંબી મુસાફરી સિંહોએ કરી હતી અને શાંતિ પૂર્ણ સિંહો ચાલ્યા ગયા હતા. સ્થાનિક લોકો તો એવું પણ કહે છે આજે નહીં દરરોજ દિવસમાં કેટલીક વખત આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. ગત રાત્રીના એક બાજુ કાર તો બીજી બાજુ ટ્રેક્ટર વચ્ચે બંન્ને સિંહો ધીમે ધીમે ચાલતા હતાં. અહીં આ સિંહોના માર્ગ પર આંટાફેરાથી સિંહોની સુરક્ષાને લઇને પણ સવાલો ઉઠ્યા હતા.

ખુલ્લે આમ સિંહ વાહનોના ડર વગર રોડ ક્રોસ કરે છે. સ્થાનિક વાહન ચાલકો કેટલાંક એવા છે જે સિંહને જોઈ વાહનો થંભાવી દે છે અને સિંહને પહેલા જવા દે છે તો કેટલાક હિન્દી ભાષી લોકો અવાર નવાર સિંહની પાછળ વાહન દોડાવી સિંહોની પજવણી કરે છે. જેના કારણે સ્થાનિક સિંહ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે પણ એક વાત ચોક્કસ છે અહીંના સિંહોને જંગલો નથી ગમતા ગમે છે તો માત્ર માર્ગો. પીપાવાવ કોવાયા સહીત આસપાસના વિસ્તારોમાં સિંહોનું પ્રમાણ ખુબ વધ્યું છે અવાર-નવાર સિંહો આવી ચડે છે. હાઇવે પર કેટલીક વખત તો વાહનોની લાઈનો લાગે છે.

No comments: