Tuesday, February 28, 2017

વનરક્ષકની શારિરીક કસોટીમાં આજે 1288 ઉમેદવારો દોડશે

DivyaBhaskar News Network | Feb 26, 2017, 02:50 AM ISTસૌરાષ્ટ્રનાં ઉમેદવારો જૂનાગઢનાં પરેડ ગ્રાઉન્ડમાં આપશે પરીક્ષા

ગુજરાતરાજ્ય વનવિભાગ દ્વારા વનરક્ષક સંવર્ગ વર્ગ-3ની ભરતીપ્રક્રિયા શરૂ છે. જેમાં સૌરાષ્ટ્રનાં ઉમેદવારોની પરીક્ષા જૂનાગઢનાં પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તા. 26 ફેબ્રુઆરીનાં જૂનાગઢ જિલ્લાનાં 1288 ઉમેદવારો શારીરિક કસોટી આપશે.

વનખાતાની વનરક્ષક સંવર્ગ વર્ગ-3ની જગ્યાઓની ભરતી પ્રક્રિયા વેગવંતી છે.

જેમાં લેખિત પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા અરજદારોની શારીરિક ક્ષમતા કસોટી રાજ્યમાં ચાર ઝોનમાં અલગ અલગ તારીખે યોજાશે. જેમાં સૌરાષ્ટ્રઝોનનાં ઉમેદવારોની શારીરિક કસોટી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તા. 26 ફેબ્રુઆરીએ જૂનાગઢ જિલ્લાની 161ની ભરતી સામે 1288 ઉમેદવારો પરીક્ષા આપશે. 27મીઅે ગીરસોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાની 135ની જગ્યા સામે 1168 ઉમેદવારો પરીક્ષા આપશે. તેમજ તા. 28 ફેબ્રુઆરીનાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની 119 જગ્યા સામે 949 ઉમેદવારો પરીક્ષા આપશે. ઉમેદવારોએ ગ્રાઉન્ડ ખાતે સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તંત્રએ પુરી તૈયારીઓ કરી લીધી છે. ઉમેદવારો પણ પહોંચી ગયા છે.

No comments: