Tuesday, February 28, 2017

રાતભર સાવજોની ડણક વચ્ચે બેઠો રહ્યો LCBનો સ્ટાફ

DivyaBhaskar News Network | Feb 14, 2017, 03:40 AM IST
લીલીયાતાલુકાના બવાડી, બવાડા તથા આસપાસના વિસ્તારમાં સાવજોનો કાયમી વસવાટ છે. વિસ્તારમાં આવેલુ બાવળની કાંટનું જંગલ એટલે સાવજોનું ઘર. એલસીબીએ બવાડાની સીમમાં રેત ચોરી પકડવા મધરાત્રે બાવળની કાંટમાં સંતાઇ વોચ ગોઠવી દીધી હતી. પરંતુ વિસ્તારમાં વસતા સાવજોએ એલસીબીના સ્ટાફને પણ સતત ફફડતો રાખ્યો હતો. અમરેલી એલસીબીની એક ટુકડી બવાડાની સીમમાં શેત્રુજીના પટમાં રેત ચોરીને ઝડપી પાડવા મધરાતના સમયે વોચમાં ગોઠવાઇ હતી. રેત માફીયાઓને અણસાર મળે તે માટે ટુકડી બાવળની કાંટમાં સંતાઇ હતી. પરંતુ પોલીસ માટે મુસીબત થઇ હતી કે રેત માફીયાઓનું ધ્યાન રાખવુ કે સાવજોનું ? અહિં રાતભર સાવજો હુકતા રહ્યા હતાં. એક સમયે તો દુર દુરથી સાવજોના હુકવાનો અવાજ છેવટે નજીક આવી ગયો હતો અને પંદરથી વીસ ફુટના અંતર સુધી સાવજો આવી ગયા હોય ગુનેગારોને ફફડાવનાર પોલીસ પણ ફફડી ઉઠી હતી. જો કે સવાર થતા સુધીમાં સાવજો ગાયબ થઇ ગયા હતાં અને નદીના પટમાં રેત માફીયાઓ પ્રગટ થયા હતાં. જેને પોલીસે ઝડપી લીધા હતાં.

No comments: