Tuesday, February 28, 2017

રાજુલા: સિંહોનું ટોળુ ગામમાં ઘૂસી આવ્યું, 4 પશુનાં મારણ, લોકો ફફડાટ ફેલાયો

રાજુલા: સિંહોનું ટોળુ ગામમાં ઘૂસી આવ્યું, 4 પશુનાં મારણ, લોકો ફફડાટ ફેલાયો,  amreli news in gujaratiBhaskar News, Rajula | Feb 17, 2017, 00:50 AM IST

રાજુલા:રાજુલા જાફરાબાદ પંથકમા મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે અહીના કોવાયા ગામે ગત રાત્રીના સાવજોનુ એક ટોળુ આવી ચડયુ હતુ. અહી સાવજોએ ચાર પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. સાવજોનુ ટોળુ ગામમા ઘુસી આવતા લોકોમા ફફડાટ ફેલાયો હતો. રાજુલાના કોવાયા ગામમા ગત રાતે 11 વાગ્યા આસપાસ સિંહોનુ  ટોળુ બજારમાં આવી ચડયુ  હતુ. એક સાથે 10 સિંહોએ બજારમાં ચાર પશુઓનુ મારણ કર્યુ હતુ.  જયારે એક પશુને ઘાયલ કરી દીધુ હતુ. આ તમામ પશુઓ ગામની ગૌશાળાના હોવાનુ જાણવા મળી રહ્યું છે.
 
સિંહો ઘુસી જતા હાહાકાર ફેલાયો
 
ગામના લોકો એકઠા થતા સિંહોને  ગામથી દુર ખસેડયા હતા પણ ગામમાં સિંહો ઘુસી જતા ભારે હાહાકાર સાથે ફફડાટ ફેલાયો હતો. ત્યાર બાદ વનતંત્રને જાણ થતા ફોરેસ્ટ દિલાભાઈ રાજ્યગુરૂ સહીત રેસ્ક્યુ સ્ટાફ પણ આવી પોહોંચ્યો  હતો. અને  મારણને તાત્કાલિક રસ્તા પરથી લઇ લેવામા આવ્યુ હતુ. વનવિભાગે  કોવાયામાં રાતે પેટ્રોલીંગ વધારી સિંહોને દૂર ખસેડયા હતા પણ વનતંત્રના સૂત્રોમાથી જાણવા મળતી વિગતો મુજબ કોવાયા રામ
પરામાં સિંહોની સંખ્યા ખુબ વધી છે. અવારનવાર ગામમાં ઘુસી આવે છે.
 
ખેડૂતોએ બજારમા પહોંચી હાકલા પડકારા કર્યા
 
કોવાયા ગામમા એક સાથે 10 સિંહો ગામમાં ઘુસી જતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. અહી ખેડૂતો બેટરઓ લઇને બજારમા પહોંચી ગયા હતા અને  હાકલા પડકારા કરી સિંહોને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. ચારે તરફ ખેડૂતોના મકાન અને વચ્ચે સિંહોના ટોળાએ લોકોમા ભય ફેલાવ્યો હતો.

No comments: