Tuesday, February 28, 2017

અમરેલી શહેરનું કામનાથ સરોવર ખાલીખમ પણ ગાંડીવેલ યથાવત

DivyaBhaskar News Network | Feb 20, 2017, 05:35 AM IST
ગંદકી અને દુર્ગધના કારણે અહીથી પસાર થતા રાહદારીઓ પરેશાન

અમરેલીશહેરમા જેશીંગપરા નજીક આવેલ કામનાથ સરોવર ડેમમા છેલ્લા ઘણા સમયથી ગાંડીવેલનુ સામ્રાજય યથાવત જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા પાલિકા દ્વારા ગાંડીવેલ હટાવવાની કામગીરી હાથ ધરવામા આવી હતી જો કે તેમા સફળતા મળી હતી. હાલ ડેમ ખાલીખમ હોવા છતા ગાંડીવેલ યથાવત જોવા મળી રહી છે.જેશીંગપરા નજીક આવેલ કામનાથ સરોવરમા છેલ્લા ઘણા સમયથી ગાંડીવેલનુ સામ્રાજય યથાવત જોવા મળી રહ્યું છે. અહી વેલના કારણે ગંદકી તેમજ મચ્છરોનો પણ ઉપદ્વવ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીથી પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ પાલિકા દ્વારા ગાંડીવેલને હટાવવા કામગીરી હાથ ધરવામા આવી હતી. જો કે સફળતા મળી હતી. બાદમા ચોમાસામા પુરમા ગાંડીવેલ તણાઇ ગઇ હતી. જો કે ફરી વેલનુ સામ્રાજય યથાવત છે.

હાલ કામનાથ ડેમ ખાલીખમ છે તેમ છતા ગાંડીવેલ જોવા મળી રહી છે. વેલને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. ગાંડીવેલના કારણે હાલ જુના પુલ નજીકથી પસાર થતા રાહદારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અહી સાંજના સુમારે તો ભયંકર દુર્ગધના કારણે લોકો તોબા પોકારી ઉઠયાં છે. અહી વેલના કારણે થોડુ ઘણુ પાણી જમા રહેતુ હોવાથી તેમા ભારે દુર્ગધ ફેલાઇ રહી છે. ઉપરાંત અહી જીવજંતુ અને મચ્છરોનો પણ ભારે ઉપદ્વવ જોવા મળી રહ્યો છે.

No comments: