Thursday, August 31, 2017

ઇન્દ્રેશ્વર પાસેના જંગલમાં હવે સિંહદર્શન થઇ શકશે

DivyaBhaskar News Network | Last Modified - Aug 20, 2017, 05:00 AM IST
હવે ગિરનારના જંગલમાં પણ પ્રવાસીઓ ઊમટશે ગિરનારનાંજંગલમાં સાસણની માફકજ સિંહ દર્શન કરાવવા માટેની સાઇટ... 
હવે ગિરનારના જંગલમાં પણ પ્રવાસીઓ ઊમટશે

ગિરનારનાંજંગલમાં સાસણની માફકજ સિંહ દર્શન કરાવવા માટેની સાઇટ વિકસાવવાની દરખાસ્ત વનવિભાગે કેન્દ્ર સરકારને મોકલી છે. જેના પર મંજૂરીની મ્હોર લાગી ગઇ હોવાની વિગતો જાણવા મળી છે. જોકે, તેની વિગતવાર માહિતી હજુ મેળવાઇ રહી છે. અને અંગે હજુ અસમંજસ છે. ખાસ કરીને વનવિભાગે જે પ્રકારની દરખાસ્ત મોકલી હતી તેમાં કેન્દ્રિય વનવિભાગે કોઇ ફેરફાર સાથે દરખાસ્ત મંજૂર કરી છે કે તેને યથાવત રાખી છે તેના પર બધો મદાર છે. ગિરનાર જંગલમાં સાસણની માફકજ સિંહ દર્શન માટેની સાઇટ વિકસાવવાની દરખાસ્ત વનવિભાગે કેન્દ્ર સરકારને મોકલી આપી હતી. જેમાં ઇન્દ્રેશ્વર રાઉન્ડનાં જંગલથી લઇને સરક્યુલર રૂટ ઉપર જાંબુડી રાઉન્ડ થાણા તરફનાં રસ્તા પર સાઇટ વિકસાવવા માટેની દરખાસ્ત મોકલાઇ હતી. દરમ્યાન દરખાસ્ત મંજૂર કરાયાનું જાણવા મળ્યું છે.

No comments: