Thursday, August 31, 2017

ઉપરકોટનાં તળાવમાં સોલાર પેનલ મુકી 144 વોટ વીજ‌‌ળીથી સ્ટ્રીટલાઇટ શરૂ કરી

DivyaBhaskar News Network | Last Modified - Aug 28, 2017, 04:15 AM IST
જૂનાગઢનાઉપરકોટ તળાવમાં ખાનગી કંપની દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તળાવમાં સોલાર પેનલ તરતી મુકવામાં...
ઉપરકોટનાં તળાવમાં સોલાર પેનલ મુકી 144 વોટ વીજ‌‌ળીથી સ્ટ્રીટલાઇટ શરૂ કરી
ઉપરકોટનાં તળાવમાં સોલાર પેનલ મુકી 144 વોટ વીજ‌‌ળીથી સ્ટ્રીટલાઇટ શરૂ કરી
જૂનાગઢનાઉપરકોટ તળાવમાં ખાનગી કંપની દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તળાવમાં સોલાર પેનલ તરતી મુકવામાં આવી છે. જેનાથી એક સાથે 12 સ્ટ્રીટલાઇટ શરૂ થઇ શકે તેટલો 144 વોલ્ટ જેટલો વીજ પાવર ઉત્પન્ન કરાઇ છે.આ પ્રોજેક્ટ માત્ર પ્રાયોગિક ધોરણ પર છે. જો સફળ થાય તો મોટા સ્તરે વિકસી શકે તેમ છે.

વિશ્વના વિકસતી ગણાતા જાપાન દેશ તેમજ એશિયામાં સૌથી ઝડપથી વિકસી રહેલા ચીને નવી ટેકનીક અપનાવી છે. તેઓ સરોવરો કે નદીઓમાં તરતા સોલાર પેનલ મુકી વીજળી ઉત્પન્ન કરવા તરફ આગળ વધી રહ્યા છ.કેન્દ્ર સરકાર દ્વારા સોલાર સીસ્ટમની મદદથી વીજળી ઉત્પન્ન કરી તેનો ઉપયોગ કરવા પર ભાર મુકાઇ રહ્યો છે. મકાનમાં સોલાર પાવરની પેનલ મુકી વીજળી ઉત્પન્ન કરવા માટે સરકાર સહાય પણ આપી રહી છે. જોકે પ્રકારની સોલર સીસ્ટમ ઘરની છત પર કે સીધી સ્ટ્રીટલાઇટમાં મુકી વીજળી ઉત્પન્ન કરાઇ છે. જૂનાગઢમાં પ્રથમવાર તરતી સોલાર પેનલ મુકી વિજળી ઉત્પન્ન કરવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. શહેરના ઉપરકોટ આવેલા તળાવમાં એક ખાનગી કંપની દ્વારા તરતી સોલાર પેનલની બે પ્લેટ,સોલાર પેનલથી ઉત્પન્ન થતી વિજળી,કન્વર્ટર સહિતની વસ્તુઓ મુકવામાં આવી છે.જેનાથી 144 વોટ પાવર જનરેટ કરી 12 વોટની12 સ્ટ્રીટલાઇટ શરૂ થઇ શકે છે.હાલ પ્રોજેક્ટ માત્ર પ્રાયોગિક ધોરણે છે. જો સફળ થશે તો ભવિષ્યમાં અન્ય સ્થળે પણ વિકસી શકે તેમ છે.

પ્રોજેક્ટમાં અંદાજે 50 હજારની અાસપાસ ખર્ચ થવા જઇ રહ્યો છે. જો પ્રયોગ સફળ થશે તો ખર્ચ તેનાથી ઉત્પન્ન થતા પાવર અને તેનાથી બચતી વિજળીથી થોડા વર્ષોમાં વસુલ થઇ જાય છે.

સોલાર પ્લેટનો અંદાજિત 50 હજારનો ખર્ચ

પ્રાયોગિક ધોરણે વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ સફળ થશે તો અન્ય સ્થળે વિકસાવાશે

No comments: