Thursday, August 31, 2017

અમરેલી: રાત્રે શિકાર કરવા સિંહોના ટોળાંએ આખા ગામમાં કર્યાં આટાં-ફેરાં

Jaidev Varu, Rajula | Last Modified - Aug 16, 2017, 05:25 PM IST

અમરેલી: વનરાજોએ જ્યારથી જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી છાશવારે સાવજોએ પોતાનો ખોરાક મેળવવા ગામમાં આક્રમણ કર્યું છે. અમરેલી જિલાના અનેક ગામોમાં અને ગામની સિમમાં વનરાજોએ શિકાર કર્યાંની ઘટનાઓ બની છે ત્યારે ધારી તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલા રામપરા ગામે મધરાતે સિંહોએ ગામની ગલીઓમાં આટાંફેરાં કરતા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

આ છે ધારી તાલુકાનું રામપર ગામ. જંગલને અડીને જ આવેલ આ ગામની આસપાસ સિંહોનો વસવાટ વધારે રહે છે. આ નાનકડા એવા ગામને સી.સી.ટી.વી.કેમેરાથી સજ્જ કરાયું છે. વનરાજો અવાર-નવાર ગામની આસપાસ તો આવે જ છે પરંતુ ગામમાં આવવાની આ ઘટના પહેલી જ છે જે કેમેરામાં કેદ થઈ છે. ખોરાકના અભાવે સિંહો હવે ગામમાં આવવા લાગ્યા છે. ધારી તાલુકાના વીરપુર ગામે થોડા મહિના પહેલા ભુખી થયેલી સિંહણે ધોળે દિવસે ગામમાં આવીને શિકાર કરી પોતાનું પેટ ભર્યું હતું. જેને ખસેડવા વન વિભાગની ગાડીએ મહા મહેનતે દુર ખસેડી હતી. બીજી ઘટના ખાંભા તાલુકાના વાકીયા ગામે એક ભુખ્યા વનરાજે ઘરમાં જઈ મારણ કર્યુ હતું, તો ધારી તાલુકાની બોર્ડરના એક ખેતરમાં ત્રણ વનરાજો ધોળે દિવસે આવી ચડ્યા હતા.

આમ સિંહો હવે રેવન્યુ વિસ્તાર છોડી ધીમે ધીમે ગામમાં આવવાની ઘટનાઓ સામે આવતાં લોકોએ એક બાજુ ડર પણ લાગે છે અને એક બાજુ ખુશી પણ છે, કારણ કે રાત્રે થતી ચોરીનો ભય રહેતો નથી.

રામપર ગામના સરપંચ કાળુભાઈ ધાધલે જણાવ્યું હતું કે, ધારીના રામપર ગામે ખાબકેલા ત્રણ સિંહોના ટોળાએ ગામની રેઢીયાળ ગાયોના ટોળા પર હુમલો કર્યો હતો અને છેવટે ગામથી દુર ખસેડી એક ગાયનો શિકાર કર્યો હતો. પરંતુ આ ઘટનામાં એક એવી વિરલ ઘટના બની કે સિંહો જ્યારે ગામમાં ફરી રહ્યા હતા, ત્યારે એક સિંહ સામે અને એક સિંહ ગાય પાછળથી નિકળી ગયો હતો. ત્યારે ગામના આગેવાન વેપારીએ સિંહોના આગમનને લઈ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે સિંહો આવવાથી બીજો કોઇ ત્રાસ રહેતો નથી.

No comments: