Thursday, August 31, 2017

વનરાજોનું વેકેશન પૂરું થતાં ઇન્દ્રેશ્વર રાઉન્ડમાં સિંહ દર્શન શરૂ થવાની શક્યતા

DivyaBhaskar News Network | Last Modified - Aug 29, 2017, 03:00 AM IST
કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડ દ્વારા મંજૂરી આપી દીધા બાદ સ્થાનિક કક્ષાએ તજવીજ સિંહદર્શન માટે પ્રવાસીઓએ છેક...
કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડ દ્વારા મંજૂરી આપી દીધા બાદ સ્થાનિક કક્ષાએ તજવીજ

સિંહદર્શન માટે પ્રવાસીઓએ છેક સાસણ જવું પડતું. અને સીઝનમાં પ્રવાસીઓની સંખ્યા વધી જાય તો ઘણાએ નિરાશ પણ થવું પડતું. આથી વનવિભાગે જૂનાગઢમાં પણ સિંહ દર્શન થઇ શકે માટેની સાઇટ ઇન્દ્રેશ્વર રાઉન્ડમાં વિકસાવી છે. જેને તાજેતરમાંજ કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડની મંજૂરી મળી ગયા બાદ હવે ત્યાં શરતોને આધીન રહીને સિંહ દર્શન કરાવવાની તજવીજ હાથ ધરાઇ છે.

જૂનાગઢનાં ઇન્દ્રેશ્વર રાઉન્ડનાં ગિરનારનાં જંગલમાં સેલાણીઓને સિંહ દર્શન કરાવી શકાય એવી વ્યવસ્થા વનવિભાગે કરી છે. અને તેને કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ હવે નવેમ્બરમાં સિંહોનું વેકેશન પૂર્ણ થયા બાદ સાઇટમાં સિંહ દર્શન કરાવાય એવી શક્યતા છે. જોકે, વન અધિકારીઓ મામલે મૌન સેવી રહ્યા છે.

પરંતુ અંગેની તૈયારીઓનો દોર શરૂ થઇ ગયાનું પણ જાણવા મળ્યું છે. હાલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તરફનાં રસ્તે સફાઇ પાર્કનાં પાછલા દરવાજાની બરાબર સામે આત્મેશ્વર તરફ જવાનાં રસ્તે એક ચેક નાકું પણ તૈયાર કરી દેવાયું છે. ખાસ કરીને રાજકીય રીતે પણ જૂનાગઢમાં જો સિંહ દર્શનની સુવિધા શરૂ થાય તો ટુરિઝમને ખુબ ફાયદો થાય દૃષ્ટિએ સક્રિયા પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે હવે આગામી નવેમ્બર તરફ સહુની મીટ મંડાઇ છે.

No comments: