Thursday, August 31, 2017

ગિરનાર જંગલમાં વરસાદ પડતા ભવનાથનાં રસ્તા પર મગર આવી

Bhaskar News, Junagadh | Last Modified - Aug 31, 2017, 03:00 AM IST
વન વિભાગ પહોંચે એ પહેલા મગર નદીમાં જતી રહી
ગિરનાર જંગલમાં વરસાદ પડતા ભવનાથનાં રસ્તા પર મગર આવી
ગિરનાર જંગલમાં વરસાદ પડતા ભવનાથનાં રસ્તા પર મગર આવી
જૂનાગઢ: જૂનાગઢ અને ગીરનાર જંગલમાં ભારે વરસાદ પડ્યો છે, ગીરનારમાં પડેલા ભારે વરસાદનેકારણે સોનરખ, કાળવા, લોલ, ઓઝત નદીમાં પુર આવ્યા હતા. તેમજ ગીરનાર જંગલમાંથી નિકળતી સોનરખ નદીમાં મગર જોવા મળે છે ત્યારે આજે આવેલા પુરનાં કારણે એક મગર ભવનાથમાં પહોંચી ગઇ હતી.
ભવનાથમાં આવેલા જિલ્લા પંચાયતનાં ગેસ્ટ હાઉસ સામેનાં મેદાનમાં મગર આવી ચઢી હતી. મગર આવતા લોકો એકઠા થઇ ગયા હતા. જો કે વન વિભાગની ટીમ પહોંચે એ પહેલા જ મગર ફરી જંગલમાં જતી રહી હતી. હાલ વરસાદનાં કારણે મગર રોડ ઉપર આવી ગઇ છે ત્યારે લોકોને તકેદારી રાખવા વન વિભાગે તાકીદ કરી છે.

No comments: