Thursday, August 31, 2017

સિંહણોને મારવા બે શખ્સોએ ઘડ્યો પ્લાન, બકરાના મારણમાં નાખ્યું’તું ઝેર

Bhaskar News, Amreli | Last Modified - Aug 19, 2017, 10:20 AM IST
જે બકરાનું સિંહણે મારણ કર્યું તેમાંજ ઝેર છાંટી બદલો લેવા બે શખ્સોએ સિંહણોને મારી નાંખી
વન વિભાગ દ્વારા બન્ને આરોપી ભરવાડ શખ્સોની ધરપડક કરવામાં આવી
+3 બીજી સ્લાઈડ્સ જુઓ
વન વિભાગ દ્વારા બન્ને આરોપી ભરવાડ શખ્સોની ધરપડક કરવામાં આવી
અમરેલી: ગીર કાંઠાના ધારી તાલુકાના લાખાપાદર-નાંગધ્રા ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન બે સિંહણના શંકાસ્પદ રીતે મોત થયાની ઘટનામાં પ્રથમથી જ તેને મારણમાં ઝેર અપાયાની આશંકા સેવાતી હતી. જે સાચી ઠરી હતી અને આજે વન વિભાગે આ બારામાં નાંગધ્રા ગામના બે ભરવાડ શખ્સોની ધરપકડ કરી હતી. સાવજોએ બકરાનું મારણ કર્યા બાદ તેણે મારણ પર ઝેર નાખ્યુ હતું.

ભારતની અમુલ્ય ધરોહર સમા સાવજોની રક્ષા માટે સરકાર કરોડોનો ખર્ચ કરી રહી છે અને મસમોટો સ્ટાફ આના માટે કામે લગાડેલો છે પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આટલો ખર્ચ અને જંગી સ્ટાફ છતાં ગીરની શાન સમા સાવજો કમોતે મરી રહ્યા છે. ધારી તાલુકાના સરસીયા રેન્જ નીચે આવતા લાખાપાદર-નાંગધ્રા ગામની સીમમાં આવી જ રીતે બે સિંહણોના મોત થયા છે. આ બન્ને સિંહણોના મોત અંગે આખરે વન વિભાગે બે શખ્સોની ધરપકડ કરી છે.

ગઇકાલે જ વન વિભાગ દ્વારા આ બન્ને સિંહણોનું મોત ઝેરી મારણથી થયાની આશંકાને પગલે નાંગધ્રા ગામના પાંચ થી છ શખ્સોને ઉઠાવી લઇ પુછપરછ કરાઇ હતી અને તેના આધારે એવી વિગત ખુલી હતી કે નાંગધ્રા ગામના સંગ્રામ મંગા ગમારા (ઉ.વ. 30) અને મંગા શાર્દુલ હાડગરડા (ઉ.વ. 40) નામના ભરવાડ યુવાનો આ બન્ને સિંહણોના મોત માટે જવાબદાર છે. જેને પગલે બન્નેની ધરપકડ કરી લેવામાં

No comments: