Thursday, August 31, 2017

રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતુ દુર્લભ ઘુડખર ઋુતુ પ્રમાણે રંગ બદલે છે

ચોમાસામાં ‘ઘૂડખર’ છીંકણી કલરનુંને ઉનાળામાં ‘રાતાશ પડતા પીળા’ કલરનું!
+4 બીજી સ્લાઈડ્સ જુઓ
પાટડી: રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતુ ઘૂડખર રણમાં ઋતુ પ્રમાણે રંગ બદલે છે. ચોમાસામાં આ ઘૂડખર કાદવ કિચડમાં આળોટવાના લીધે છીંકણી માટીયા રંગનું બની જાય છે અને ઉનાળામાં ઓરિજિનલ પીળાશ પડતા રાતા કલરનું બની જાય છે.

જંગલી ઘૂડખરના રક્ષણ માટે વન્યપ્રાણી ધારા હેઠળ ૧૯૭૩માં આ વિસ્તારને ઘૂડખર અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. સરેરાશ 210 સેમી.જેટલી લંબાઇ અને 120 સેમી.જેટલી ઊંચાઇ ધરાવતા જંગલી ઘુડખર પીળાશ પડતો માટીયાળો રંગ ધરાવે છે. પરંતુ આ ઘૂડખર રણમાં ઋતુ પ્રમાણે રંગ બદલે છે. ચોમાસામાં રણ મીની સમુદ્રમાં ફેરવાઇજતા બેટ ઉપર કાદવ કિચડના કારણે ઘૂડખરનો રંગ સુધ્ધા બદલી જાય છે. અને આમઆદમીએને પારખવામાં ગફલત ખાઇ જાય છે.

હકીકતમાં ચોમાસામાં રણમાં કાદવ કિચડમાં આળોટવાના લીધે એના શરીરનો રંગ બદલાયેલો નજરે પડે છે. ઉષ્ણતામાનમાં થતાં 1 ડીગ્રી સેલ્સીયસથી માંડીને 50 ડીગ્રી સેલ્સિયસ જેટલા ફેરફારો અને અત્યંત વિષમ વાતાવરણીય પરિસ્થિતિઓમાં પણ આ પ્રાણી અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે. આ અંગે આર.એફ.ઓ.- સી.વી.સાણજાએ જણાવ્યું કે ચોમાસામાં આ ઘૂડખરના શરીર પર કાદવ અને રેતીના કારણે એના શરીરનો રંગ આખો બદલાયેલો નજરે પડે છે અને ઉનાળા અને શિયાળામાં ઘૂડખર પાછુ એના ઓરિજીનલ કલરમાં આવી જાય છે.

No comments: