Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:00 AM
આજે વિશ્વ સિંહ દિવસ |સાસણ વન્યપ્રાણી વર્તુળનાં માર્ગદર્શન હેઠળ ઉજવણી કરાશે, 40 તાલુકામાં પાંચ હજારથી વધુ...

સાસણ ખાતે ગુરૂવારે યોજવામાં આવેલ પત્રકાર પરીષદમાં વિગતો આપતા સાસણ વન્યપ્રાણી વર્તુળનાં નવનિયુક્ત ડીસીએફ ડો.મોહન રામે જણાવેલ કે ગુજરાતમાં 2016 થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી માટે સૌરાષ્ટ્રનાં 5 જિલ્લાનાં 40 તાલુકામાં 5 હજારથી વધુ સ્કુલ-કોલેજો, સામાજીક સંસ્થાઓ, એનજીઓ મળી 12 લાખથી વધુ લોકો ઉજવણીમાં ભાગ લેશે. સ્કુલોમાં સિંહનાં મહોરા પહેરી બાળકોની રેલી નીકળશે. જે ગામોમાં ફરશે શાળાનાં શિક્ષકો, આચાર્યો સિંહપ્રજાતી વિશે સમજ આપશે. ગીર જંગલ અને સિંહો વિશેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવશે ઉજવણી બાદ 12 લાખ લોકો સામુહીક પ્રતિક્ષો લઇ સિંહ બચાવવાનાં સંકલ્પ કરશે. આ ઉજવણીને સફળ જિલ્લા કોર્ડીનેટરથી તાલુકા કોર્ડીનેટર સ્તરે વ્યવસ્થા ઉભી કરાઇ છે. સાસણ વન્યપ્રાણી વિભાગ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવાઇ રહી છે.
આવતીકાલે વિશ્વ સિંહ દિવસ હોય તેની ઉજવણીને લઈ વનવિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે: ડીસીએફ ડો.મોહન રામ
ગીરનાં સિંહ ગુજરાતનાં લોકોની અસ્મિતા છે. સિંહોનાં સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે માટે લોકોમાં જાગૃતી લાવવા વન વિભાગ વિશ્વ સિંહ દિવસની ઉજવણીનાં માધ્યમથી લોકોને વચ્ચે જશે અને સિંહ પ્રજાતીનાં સરંક્ષણ અને સંવર્ધનમાં લોક ભાગીદારી વધારવાનાં પ્રયત્નો કરાશે તેમ સાસણ ડીસીએફ ડો. મોહન રામે જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020043-2425759-NOR.html
No comments:
Post a Comment