Divyabhaskar.com | Updated - Aug 07, 2018, 02:57 PM
ગ્રામજનોને જાણ થતા સિંહોએ કરેલા મારણને જોવા ઉમટી પડ્યા હતા અને મોબાઇલમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા
અભરામપરામાં ચાર સિંહોના ધામા
અમરેલી: સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની સીમમાં
છેલ્લા કેટલાક દિવસોથી ચાર સિંહો આવી ચડતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી
રહ્યો છે. આજે વહેલી સવારે ગામની સીમમાં એક પશુનું મારણ કરી ચારેય સિંહે
મિજબાની માણી હતી. ગ્રામજનોને જાણ થતા સિંહોએ કરેલા મારણને જોવા ઉમટી પડ્યા
હતા અને મોબાઇલમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા
પ્રમાણે અમારા ગામમાં સિંહોના ધામાને લઇને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી
રહ્યો છે. ખેડૂતો રાત્રે પોતાની વાડીએ જઇ શકતા નથી. એક તરફ વરસાદ ખેંચાતા
પિયતની સિઝન ચાલી રહી છે ત્યારે સિંહોને કારણે વાડીએ જવું મુશ્કેલ બન્યું
છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-four-lion-came-in-abharampara-village-of-savarkundala-gujarati-news-5932906-PHO.html
No comments:
Post a Comment