Friday, August 31, 2018

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મારણ માટે સાવજો ગમે ત્યારે કોઇ

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 02:01 AM

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મારણ માટે સાવજો ગમે ત્યારે કોઇ પણ ગામમાં ઘુસી જઇ કાળો કેર વર્તાવી રહ્યા છે....
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મારણ માટે સાવજો ગમે ત્યારે કોઇ પણ ગામમાં ઘુસી જઇ કાળો કેર વર્તાવી રહ્યા છે. ત્યારે રાજુલા તાલુકાના કાતરમાં છેલ્લાં ત્રણ દિવસથી મધરાત થતા જ સાવજો મારણ માટે ગામમાં ઘુસી આવે છે. ત્રણ દિવસમાં 6 પશુનું મારણ આ સાવજોએ કર્યું છે. સાવજોની અવર જવર સીસીટીવીમાં પણ કેદ થઇ છે.રાજુલા પંથકના રેવન્યુ વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં છે. આ સાવજો વાડી ખેતરોમાં તો પશુઓનું મારણ કરે જ છે પરંતુ અવાર નવાર કોઇને કોઇ ગામમાં પણ આવી ચડે છે અને માલધારી-ખેડુતોના ઉપયોગી પશુનું મારણ કરી હાહાકાર મચાવે છે. રાજુલાના કાતર ગામમાં છેલ્લાં ત્રણ દિવસથી આવુ બની રહ્યુ છે. ગામની સીમમાં સાવજોએ કાયમી ધામા નાખ્યા છે. અને રાત પડતા જ સાવજનું ટોળુ કાતર ગામમાં ઘસી જાય છે. ગામની બજારોમાં આંટા મારી પશુઓનું મારણ કરે છે. છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન અહીં સાવજો દ્વારા 6 પશુનું મારણ કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસેતો તેમના હાથમાં કોઇ પશુ આવ્યું ન હતું પરંતુ બીજા દિવસે ખેડુતના ત્રણ બળદ મારી નાખ્યા હતા. અને ગઇરાત્રે સતત ત્રજા દિવસે પણ ત્રણ પશુનું મારણ કર્યું હતું. નવાઇની વાત એ છે કે ગામની બજારમાં આટા મારતા આ સાવજો સીસીટીવીમાં પણ કેદ થઇ ગયા છે. સામાન્ય રીતે કોઇ ગુન્હાહીત પ્રવૃતિ સીસીટીવીમાં કેદ થાય તો તેનો ભેદ ઉકેલવામાં ઉપયોગી થાય પરંતુ અહીં સાવજોની અવર જવર કેમેરામાં કેદ હોવા છતાં તેની સામે કોઇ કાર્યવાહી થઇ શકે તેમ નથી. આમ ગામલોકો પણ અહીં લાચાર નજરે પડી રહ્યા છે. પાછલા કેટલાક દિવસોથી સાવજોએ કાતરની સીમમાં જાણે ઘર બનાવી લીધુ છે. અહીંના ટેકરાઓ પર સાવજોનો કાયમી વસવાટ જોવા મળી રહ્યો છે. ગામની સીમમાં ટેકરાઓ પર આ સિંહો ધામા નાખીને પડ્યા છે. તસ્વીર- કે.ડી.વરૂ

https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020135-2560581-NOR.html

No comments: