Friday, August 31, 2018

નાની કુંડળ ગામે વનકર્મીને ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી, રાવ

બાબરા તાબાના નાની કુંડળ ગામના પ્રતિબંધિત જંગલ વિસ્તારમા ચાર શખ્સો માલઢોર ચરાવતા હતા અને દંડ નહી ભરી વનકર્મીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમા રૂકાવટ કરતા તેની સામે બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

વનકર્મીને ગાળો આપી ફરજમા રૂકાવટની આ ઘટના બાબરાના નાની કુંડળ ગામની સીમમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર મોટી કુંડળ રહેતા વિનુભાઇ ઘુડાભાઇ તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો જંગલમા પ્રતિબંધિત વિસ્તારમા માલઢોર ચરાવી રહ્યાં હતા. આ શખ્સોને વનતંત્રએ દંડ ફટકાર્યો હતો જે નહી ભરી વનકર્મી દેવરાજભાઇ વાલજીભાઇ ગોહિલને ગાળો આપી હતી.

આ ઉપરાંત ચારેય શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમા રૂકાવટ કરતા દેવરાજભાઇએ ચારેય સામે બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે એએસઆઇ પી.કે.ગોહિલ તપાસ ચલાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-021047-2568369-NOR.html

No comments: