Friday, August 31, 2018

જૂનાગઢ નજીકના ચોરવાડીમાં કુવામાં ખાબકેલ દિપડાનું રેસ્કયુ

Divyabhaskar.com | Updated - Aug 23, 2018, 02:56 AM

વન વિભાગે 2 કલાકની જહેમત બાદ દિપડાને બચાવી લીધો

જૂનાગઢ નજીકના ચોરવાડીમાં કુવામાં ખાબકેલ દિપડાનું રેસ્કયુ
જૂનાગઢ નજીકના ચોરવાડી ગામે વાડીના કૂવામાં ખાબકેલ દિપડાને વન વિભાગે 2 કલાકનું રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો. બાદમાં પાંજરે પૂરી જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.આ અંગે ડુંગર દક્ષિણ રેન્જના આરએફઓ ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જૂનાગઢના ડુંગર દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્રમાં ચોરવાડી ગામ આવેલું છે. આ ગામના ભુપતભાઇ નાથાભાઇની વાડીના કૂવામાં દિપડો પડી ગયો હતો. વાડી માલિકે આ અંગેની જાણ રામનાથ રાઉન્ડના ફોરેસ્ટર હમીરભાઇ પીઠીયાને કરી હતી. બાદમાં વન વિભાગના હમીરભાઇ પીઠીયા, એચ.એમ. ચુડાસમા, કે.જી. ખાચર, બી.વી. છોટાળા તેમજ ટ્રેકરની ટીમ દ્વારા દિપડાને બહાર કાઢવા માટે રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું હતું. આખરે 2 કલાકની ભારે જહેમત બાદ દિપડાને સહિ સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. બાદમાં દિપડાને પાંજરે પૂરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025558-2531457-NOR.html

No comments: