Friday, November 16, 2007

ગિરનાર પરિક્રમાના આગોતરા આયોજન માટે વહિવટી તંત્રની સમીક્ષા બેઠક મળી


જૂનાગઢ,તા.૧૩
આગામી તા.ર૧ થી શરૂ થઈ રહેલી ગિરનારની પવિત્ર પરિક્રમાના આગોતરા આયોજન માટે ગઈકાલે વહીવટીતંત્રની એક બેઠક મળી હતી. જેમાં યાત્રીકોની નાનામાં નાની જરૂરીયાતથી માંડી તમામ પ્રકારની સુવિધા જળવાઈ રહે તથા જંગલ અને પર્યાવરણનું પણ રક્ષણ થાય તે દિશામાં કાર્યવાહી કરવા માટે સબંધિત વિભાગોને જીલ્લા કલેકટરે જરૂરી સુચનાઓ આપી હતી. પરિક્રમા દરમ્યાન યાત્રીકો માટે એસ.ટી.૧૩૦ બસો મુકશે જયારે રેલ્વે પણ ટ્રેનોમાં વધારાના કોચ જોડશે.

ગિરનાર પરિક્રમાના આગોતરા આયોજન માટે મળેલી સમીક્ષા બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જીલ્લા કલેકટર અશ્વિનીકુમારે રીક્ષાઓના ભાડા નક્કી કરવા, મોબાઈલ ટોઈલેટની સુવિભા ઉભી કરવા, પરિક્રમા દરમ્યાન કલોરીનેશન થયેલુ પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા, યાત્રાળુઓના આરોગ્ય માટે હાનીકારક એવો વાસી અને અખાદ્ય ખોરાક ન વહેંચાય તેની તકેદારી રાખવા, ખરાબ પાણી ઉપયોગમાં ન લેવાય ધ્યાન રાખવા અને પ્રવાહી તથા ખાદ્ય પદાર્થો પ્લાસ્ટીકની થેલીઓમાં ન વહેંચાય તેના પર પુરતુ ધ્યાન આપવા માટે ઉપસ્થિત અધિકારીઓને સુચનાઓ આપી હતી.

પરિક્રમામાં ઉ
Continue >
ટી પડતા શ્રધ્ધાળુઓને ભવનાથ તળેટી સુધી લઈ જવા માટે એસ.ટી. દ્વારા ૧૩૦ બસો મુકવામાં આવશે. તેમજ પરિક્રમાર્થીઓના આવવાના અને જવાના સમયે રેલ્વે દ્વારા ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવશે. પરિક્રમા દરમ્યાન રસ્તા પર વિજપુરવઠો સતત જળવાઈ રહે, પાણીનો બગાડ અટકાવવા અને જંગલને કે વન્ય પ્રાણીઓને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવા આ બેઠકમાં ખાસ સુચનાઓ આપવામાં આવી હતી.

ઉપરાંત ગિરનારના પગથીયા પરથી પેશકદમી હટાવવા, આગ - અકસ્માત જેવા બનાવોને બહોચી વળવા બે ફાયર ફાઈટરો અને એક જે.સી.બી. તૈનાત રાખવા તથા હવાના પ્રદુષણને અટકાવવા માટે રસ્તા પર પાણીનો છંટકાવ કરવા પણ સબંધિત વિભાગોને કલેકટર અશ્વિનીકુમારે સુચનાઓ આપી હતી. આ બેઠકમાં ડી.ડી.ઓ. જયપ્રકાશ શિવહરે, એસ.પી. શૈલેષ કટારા, જીલ્લા પુરવઠા અધિકારી શ્રી બોર્ડર, અંબાજી મહંત તનસુખગીરીજી, મહંત ગણપતગીરીજી, ડી.એસ.સી.પંકજ ઓંધીયા, સિવિલ સર્જન ડો.મકવાણા, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જેસલપુરા સહિતના જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરિક્રમા દરમ્યાન નિયમોના ચુસ્ત પાલન દ્વારા વહીવટી તંત્રને સહકાર આપવા માટે યાત્રાળુઓને પણ કલેકટરે અપીલ કરી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=34920&Keywords=Sorath%20gujarati%20news

No comments: