Monday, November 5, 2007

ગીરના સિંહો ખોરાક માટે ભટકે છે

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ગીરગઢડા, તા.૪
એશિયામાં એકમાત્ર ગીરના જંગલમાં સિંહોનો વસવાટ છે. આ જંગલ ૧૪૦૦ ચો.કિ.મી.ની ત્રિજયામાં પથરાયેલ છે. માર્ચ-૦૭ માં ગીર વિસ્તારમાં ક્રમેક્રમે બે વખત સિંહોનો શિકાર થતાં કુલ ૬ સિંહોને શિકારીઓએ મારી નાખેલ હતા. તે વખતે ભાખાના કાર્યકર ભરતભાઈ ઠાકરે રાજયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખી જણાવેલ હતું કે ગીરના સિંહોને ખોરાક ન મળવાથી ગીરના સિંહો ગીરની બહાર ૫૦ કિ.મી.ના અંતરે ખોરાકની શોધમાં ભટકતા જોવા મળે છે.

ગીરમાંથી માલધારીઓને હાંકી કાઢવાનો અને ગીરમાં ચરિયાણ બંધ કરવાનો જે અઘટિત અને દુ:ખદ નિર્ણય ૧૯૭૨ માં સરકારે લીધો ત્યારથી ગીરના સિંહોના પતનનો પાયો નંખાઈ ચુકયો હતો અને તે પાયા ઉપર આજે સિંહના શિકારની ઘટનારૂપી બિલ્ડીંગો બંધાય છે ત્યારે હજુપણ સરકાર આ બાબતે ગીરના માલધારીઓને ફરી ગીરમાં વસવાટ કરવા તથા ગીર બોર્ડરના ગામડાઓની પ્રજાના માલઢોરને ગીર જંગલમાં ચરિયાણની છુટ આપવામાં જેટલો વિલંબ કરશે તેટલા વધારે સિંહોના શિકારની ઘટનાઓ ગીર જંગલના બહારના ગામડાઓમાં બનતી જ રહેવાની છે.

તાજેતરમાં ધારી ડિવિઝનના પ્રેમપરા ગામે લાઈટના કરંટથી તાર બાંધી પાંચ સિંહોના મોત નિપજાવવામાં આવેલ છે. ગીર પૂર્વ વન વિભાગના ગામડાઓમાં જો સધન તપાસ હાથ ધરવામાં આવે તો સેંકડો ખેતરમાં આવા તાર બંધાયેલ જોવા મળવાની સંભાવના છે.ળ

આ બાબતે ફરી વખત સિંહોની સલામતી માટે પત્ર લખી તેની માગણી દોહરાવી જંગલમાં માલધારીઓને પુન:વસવાટ આપવાની તથા ગીર જંગલમાં બોર્ડરના ગામડાઓનાં માલઢોરને ચરિયાણની છુટ આપવાની માગણી કરી છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=33301&Keywords=Saurashtra%20Gujarati%20News

No comments: