Monday, November 5, 2007

ગીરમાં ચરિયાણ શરૂ નહીં થાય, ત્યાં સુધી સિંહોના કમોત થશ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Una
Thursday, November 01, 2007 23:38 [IST]

ગીરના જંગલમાં સિંહોને મળતો ખોરાક બંધ થતાં આસપાસનાં ગામોમાં સિંહોની રંજાડ વધી છે. જેને પરિણામે સિંહોની હત્યાના બનાવ પણ વધી રહ્યા છે, તેવું જણાવતો પત્ર ભાખાના કાર્યકરે મુખ્યમંત્રીને પાઠવી ગીરમાં ફરીથી ચરિયાણ શરૂ કરવા માગણી કરી હોવા છતાં તંત્રે કોઈ દાદ દીધી નથી.

ભાખાના કાર્યકર ભરતભાઈ ઠાકરે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે ૧૯૭૨માં સરકારે નિર્ણય લઈને માલધારીઓને ગીરમાંથી હાંકી કાઢી ચરિયાણ બંધ કરાવી દીધું, ત્યારથી જ ગીરના સિંહોનું પતન શરૂ થયું છે. ગીરના સિંહોને ખોરાક ન મળવાથી સિંહો ગીરકાંઠાનાં ગામોમાં ખોરાકની શોધમાં ભટકતા થયા છે.

સિંહો ગામમાં પ્રવેશતાં થયા હોઈ ખેડૂતોએ કાંટાળી વાડ બનાવવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં ધારીના પ્રેમપરા ગામે વીજકરંટથી પાંચ સિંહોનાં મોત નિપજાવ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. જૉ આ અંગે સઘન તપાસ થાય તો અનેક ખેતરોમાંથી આવી વાડ મળે તેમ છે.

માટંે ગીરના સિંહોનાં મોત અને હત્યાના બનાવો અટકાવવા હશે તો માલધારીઓને જંગલમાં પુન:વસાવી ઢોરને ચરિયાણ માટેની છૂટ આપવી પડશે. આ કાર્યમાં જેટલો વિલંબ થશે, તેટલા વધારે સિંહો કમોતે મૃત્યુ પામશે.

ઠાકરના આ પત્ર બાદ પણ વનતંત્રે કોઈ દાદ દીધી ન હોઈ વન્યપ્રેમીઓમાં રોષની લાગણી ફરી વળી છે. ગીરના સાવજૉના કલ્યાણ માટે વનતંત્ર વિચારતું થાય તે જરૂરી છે, તેવો સૂર પણ ઊઠવા પામ્યો છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/01/0711012348_taking_care.html

No comments: