
Source: Bhaskar News, Talala | Last Updated 12:47 AM [IST](14/07/2011)
સાસણ રેન્જનાં વિસ્તારમાં આવેલા ભાજદે ગામનાં ખેડૂત દેવાયતભાઇ વાઢેરની માલિકીની વાડીમાં આવેલા ૪૫ ફૂટ ઉંડા કુવામાં આજે સવારે એક અજગર અકસ્માતે પડી ગયો હતો. આ અંગે વાડી માલિકે સાસણ આર.એફ.ઓ. સેવરાને જાણ કરી હતી.
આથી આર.એફ.ઓ. સેવરા, ફોરેસ્ટર વરૂભાઇ, વનરક્ષા સહાયકો ભાટુભાઇ, સુલેમાનભાઇ, મહેશભાઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બે કર્મચારીઓ ખાટલામાં દોરડું બાંધી કુવામાં ઉતર્યા હતા. અને અજગરને મોઢેથી અને પૂંછડીએથી પકડી બહાર લાવ્યા હતા.
બાદમાં અજગરને એનિમલ કેર સેન્ટરમાં મોકલી અપાતા વેટરનરી તબીબ ડૉ. હિરપરા અને ડીએફઓ સંદીપકુમારે તેની તપાસ કર્યા બાદ ઇજા ન જણાતા અભ્યારણ વિસ્તારમાં છોડી મૂક્યો હતો.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-python-saved-into-45-foot-deep-well-near-talala-2260234.html?OF1=
No comments:
Post a Comment