Thursday, July 14, 2011

સાવજોના દેશ સોરઠમાં નારી અબળા નહીં સબળા.

Source: Vipul Lalani, Visavadar   |   Last Updated 4:34 AM [IST](13/07/2011)
- જંગલના રાજા સાવજ સહિતની રક્ષામાં મહિલા કર્મી ખડે પગે
- ગાઢ જંગલમાં હિંમતભેર કપરી કામગીરી બજાવે છે
- ગીરના જંગલમાં વનપાલ અને વનરક્ષા સહાયકમાં ૧૨ મહિલા કર્મી
- પશ્ચિમ વિસ્તારના જંગલની નવ રેન્જમાં દિન-રાત કામગીરી બજાવે છે
એશિયાટીક લાયન માટે વિશ્વભરમાં સોરઠનું ગીર જંગલ ખ્યાતિ પામ્યું છે. આ જંગલમાં રાતે તો ઠીક દિવસે પણ એક તબક્કે પ્રાણીઓને ફફડાટ રહે છે ત્યારે જંગલમાં રાજા સિંહ સહીતની રક્ષા અર્થે અહીં પુરૂષોની સાથે મહિલા કર્મીઓ દિનરાત ફરજ બજાવી નારી અબળા નહી સબળા છે તેવું સાર્થક કરી રહી છે. ઉલ્લેખનીય એ છે કે,હાલ ચોમાસાની ઋતુ હોય અહી વસતા પ્રાણીઓનો સંવનન કાળ હોય જેથી ઈનફાઈટ સહીતની ઘટનાઓમાં ખૂબ જ સતર્કતા રાખવી પડે છે અને તેમાં પણ આ મહિલા કર્મીઓ જરા પણ ડર રાખ્યા વગર કામગીરી કરે છે.
સોરઠનું ગિર જંગલ સાવજ સહિત માટે ખ્યાતી પામ્યું છે ત્યારે હાલ ચોમાસા દરમિયાન પ્રાણીઓના સંવવન કાળ અંતર્ગત વનવિભાગ દ્વારા ખાસ સ્પેશ્યલ રેસ્કયુ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ જંગલમાં સતત રાઉન્ડ મારી સંવનન વાળી સિંહ-દીપડાની જોડીનું ખાસ ધ્યાન રાખે છે. આ સ્પેશ્યલ રેસ્કર્યું ટીમમાં પુરૂષની સાથે મહિલા કર્મી પણ ફરજ બજાવે છે જે કાબીલે તારફિ કરવા જેવી હોય છે. ગિર પશ્ચિમ વિસ્તારમાં કુલ નવ રેન્જ આવે છે.
જેમાં વનપાલ અને વનરક્ષા સહાયક મળી કુલ ૧૨ પોસ્ટ ઉપર મહિલા કર્મચારી ફરજ બજાવે છે. અહી ફરજ બજાવતી મહિલા વનકર્મચારી શીલુ સોનલ, પીઠીયા કિરણ, અને દર્શના કાગડાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા જણાવેલ કે પહેલા અમે પણ એક સામાન્ય મહિલાની જેમ જંગલ અને જંગલી પ્રાણીઓ જેવા કે સિંહ, દપિડા જેવા હિંસક પ્રાણીઓની વાત સાભળતા જ રૂવાડા ઉભા થઈ જતાં પણ જ્યારથી અમે આ વનખાતામાં નોકરી કરવા લાગ્યા ટ્રેનિંગ કરી આજે અમે ડીએફઓ સંદપિ કુમારની ટીમમાં જોડાયેલ ત્યારથી કામ કરવામાં ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યાં છીએ. તેઓએ ઉમેર્યું હતું કે, અત્યારે આ ચોમાસાની ઋતુમાં જંગલી પ્રાણીઓનો મેટિંગ પિરીયડ હોય છે. જેથી અત્યારે અમારી ફરજની કામગીરી પણ ડબલ થઈ જાય છે કેમ કે મેટિંગ વાળી જોડીનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જો કોઈ અન્ય જાનવર આવી જોડીને ખલેલ કરે તો તેને અમે દૂર ખસેડી દઈએ છીએ. અને અમને જરા પણ ડર લાગતો નથી.

મહિલા કર્મીઓમાં નિડરતાના ગુણો ફરજમાં મહત્વના સાબિત થયા છે : ડી.એફ.ઓ.
સાસણ ગીર રેન્જનાં ડીએફઓ ડૉ.સંદિપકુમાર સાથે વાત કરતા તેમણે જણાવેલ કે ૧૪૨ કી.મી.ના વિસ્તારમાં વિશાળ ગિરના જંગલમાં કર્મીઓ સતર્કતાથી ફરજ બજાવે છે. જેમાં જંગલમાં એક પડકાર રૂપ કામગીરી મહિલા કર્મચારીઓ પણ કોઈ પણ ગભરાટ વગર જે કામગીરી બજાવે છે તે દાદ માંગી લે છે અને તે પુરવાર કરે છે કે, ગભરાટ વગર નિડરતાના ગુણો તેમની ફરજમાં મહત્વના સાબીત થયા છે.
તસવીર : વિપુલ લાલાણી
 

 

 

No comments: