
Source: Bhaskar News, Visavadar | Last Updated 11:41 AM [IST](04/07/2011)
- વિસાવદરનાં સતાધાર રોડ પર વનવિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને બચાવી લીધાં
વિસાવદરથી ત્રણ કિ.મી.નાં અંતરે સતાધાર રોડ પર પંચવટી આશ્રમની બાજુમાં શહેરને પાણી પુરૂ પાડતો નગરપાલિકાનો સમ્પ આવેલો છે. આ સમ્પની બાજુમાં વર્ષોથી બંધ પડેલો બીજો સમ્પ આવેલો છે. આ પાણી વગરનાં બાર ફુટ ઉંડા ખુલ્લા સમ્પમાં શનિવારનાં રાત્રીનાં સમયે સંવનનની મસ્તીમાં ભાન ભૂલેલા દીપડો-દીપડી ખાબકી ગયા હતા.
આજે સવારનાં નગરપાલિકાનો કર્મચારી આ સ્થળ પર જતા અને બંધ પડેલા સમ્પમાં નજર નાંખતા દીપડા-દીપડીને અંદર જીવિત સ્થિતીમાં જોતા નીચે આવી તાત્કાલીક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને ટ્રાન્કવીલાઇઝર ઇંન્જેકશનથી બેભાન કરી અંદર સીડી ઉતારી બંને બહાર કાઢીને સાસણ એનિમલ કેર ખાતે મોકલી અપાયા હતા.
ઢાંકણાં ચોરાઇ જતાં સમ્પ ખુલ્લો થઇ ગયો –
નગરપાલિકાનાં કર્મચારી સાથેની વાતચીતમાં તેણે જણાવ્યુ હતુ કે, સમ્પમાં ઢાંકણા હતા પરંતુ બે દિવસ પહેલા જ તેની ચોરી થઇ જતા સમ્પની બંનેને ખુલ્લા સાઇડને કાંટાનાં થરથી ઢાંકી દેવાય હતી પરંતુ ભારે પવનનાં કારણે કાંટાનાં થર ઉડી જતા સમ્પ ફરી ખુલ્લો થઇ ગયો હતો. બે માસપૂર્વે આ સમ્પમાં ખાબકેલી દીપડી મોતને ભેટી હતી.
No comments:
Post a Comment