
આવો આપણાં ઐતિહાસિક વારસાની ઢાલ બનીએ, આપણી વિરાસત આપણે જ જાળવવી પડશે
દિવ્ય ભાસ્કરે જૂનાગઢ શહેરનાં વિસરાયેલાં અને તંત્ર દ્વારા ઉપેક્ષિત ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે લોકો સ્વયં જાગૃત બને એટલું જ નહીં આવતીકાલનો નાગરિક એવા બાળકોનાં મનમાં પણ શહેરનાં ઐતિહાસિક વારસાનાં જતનનું વિચારબીજ રોપાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ સાથે હેરિટેજ વોકનું આયોજન કર્યું છે.

બહાઉદ્દીન મકબરો - આ વઝીર બહાઉદ્દીનભાઇનો મકબરો છે. તેનાં બાંધકામ પાછળ કુલ રૂ. ૮૪,૫૫૯ નો ખર્ચ થયો હતો. પરંતુ હાલ જાળવણીનાં અભાવે તેની ભવ્યતાને ઝાંખપ લાગી છે.

મહાબત મકબરો - મહાબત મકબરાનું બાંધકામ જૂનાગઢનાં મહાબતખાનજી બીજાએ ઇ.સ. ૧૮૮૦ માં કરાવ્યું હતું. પરંતુ તે પૂર્ણ થાય એ પહેલાં તેમનું અવસાન થયું હતું. તેમના આત્માની શાંતિ માટે બહાઉદ્દીનભાઇની દરખાસ્તથી નવાબ બહાદુરખાનજી ત્રીજાએ મકબરાનું કામ પૂર્ણ કરાવ્યું. બાંધકામ કુલ રૂ. ૩,૯૭,૬૪૭ નાં ખર્ચે પૂર્ણ થયું હતું.

દરબાર હોલ મ્યુઝિયમ - જૂનાગઢની એસપી કચેરી સામે આવેલો દરબાર હોલ એટલે નવાબ જ્યાં પોતાનો દરબાર ભરીને બેસતા એ સ્થળ. હાલ ત્યાં મ્યુઝિયમ બનાવાયું છે. તેમાં દુર્લભ ચિત્રો, નવાબી કાળનાં હથિયારો, વિવિધ ચીજવસ્તુઓ પણ સામેલ છે.

દરબાર હોલ મ્યુઝિયમ - જૂનાગઢની એસપી કચેરી સામે આવેલો દરબાર હોલ એટલે નવાબ જ્યાં પોતાનો દરબાર ભરીને બેસતા એ સ્થળ. હાલ ત્યાં મ્યુઝિયમ બનાવાયું છે. તેમાં દુર્લભ ચિત્રો, નવાબી કાળનાં હથિયારો, વિવિધ ચીજવસ્તુઓ પણ સામેલ છે.

અશોકનો શિલાલેખ - જૂનાગઢ શહેરની પૂર્વમાં આશરે એક માઇલનાં અંતરે મૌર્ય સમ્રાટ અશોકનાં ઇ.સ. પૂર્વે ૨૫૬ માં લખાયેલા ૧૪ ધર્મશાસનો આવેલાં છે.


ઉપરકોટ - જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો ૨,૨૦૦ વર્ષ પહેલાં રા‘ગ્રહરિપુએ બંધાવ્યો હતો. રા‘નવઘણ, રા‘ખેંગાર વગેરે રાજાઓની વીરગાથા તેમજ રાણકદેવીનાં સતીત્વની કથા આ કિલ્લાની સાથે વણાયેલી છે. અહીં બારેમાર પ્રવાસીઓની ભીડ રહે છે.





બારા શહીદ - જૂનાગઢમાં ધારાગઢ દરવાજા પાસે બારા શહીદ નામથી ઓળખાતી એક જગ્યા છે. ત્યાં બાર કબરો છે.


બૌદ્ધ ગુફાઓ - ઉપરકોટનાં કિલ્લામાં આવેલી બૌદ્ધ ગુફાઓ એ સમયની બાંધકામ કળાનો અદભૂત નમુનો છે. અહીં ભોંયતિળયે પણ પવન અને સૂર્યપ્રકાશ પ્રવેશી શકે એ રીતની રચના કરાઇ છે. તો વળી નહાવા માટેનાં કુંડ, બૌદ્ધ ભિક્ષુકોને બેસવા તેમજ તપશ્વર્યા કરવા માટેનાં ખંડોની પણ રચના કરાઇ છે.
નવાબી કાળનું અણમોલ નજરાણું ટાવર - જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન ચોકમાં આવેલો ઉંચો ટાવર નવાબી કાળનું અણમોલ નજરાણું છે. હાલ તેમાં ઘડીયાળ નથી. સ્ટેશન ચોકમાંથી આ ટાવર નીચેથી જ પસાર થઇ બીજી તરફ જતાં ટાવરમાં ચઢવાની સીડી આવે છે. તેનાં પ્રથમ માળેથી નીહાળતાં શહેરનાં કેટલાક વિસ્તારોનું વિહંગ ર્દશ્ય નજરે ચઢે છે.
No comments:
Post a Comment