Tuesday, July 5, 2011

સંવનન દરમિયાન સિંહ ‘જંગલી’ થઇ જતાં સિંહણ લોહીલુહાણ.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 6:38 AM [IST](01/07/2011)
 ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં શેમરડી વિસ્તારમાં આક્રમક સાવજ સાથે સંવનન દરમીયાન એક સિંહણ ઘાયલ થઇ જતા પાછલા ચાર દિવસથી તે ઘાયલ અવસ્થામાં આંટા મારતી હતી. આજે તે પીડાના કારણે ચાલી પણ શકતી ન હોય ગીર પૂર્વ અને પશ્ચિમના સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ સિંહણને ઝડપી સારવાર માટે સક્કરબાગ ઝુમાં મોકલી આપી છે.
સંવનન માટે આક્રમક બનેલો સિંહ માદા મેળવવા માટે મથતા તેના હરીફ સિંહ સાથે જાનની બાજી લગાવી લડે છે. સંવનનમાં ખલેલ પહોંચાડનાર કોઇપણ પ્રાણી પર હુમલો કરી દે છે. એવું માનવામાં આવે છે કે મેટિંગ પીડીયડ દરમીયાન સિંહના પંજાના નહોરથી આ સિંહણ માથાના ભાગે ઘાયલ થઇ હતી.
આંખની ઉપરના ભાગે તેને પડેલો ઘા બાદમાં વકર્યો હતો. આ સિંહણ ઘાયલ અવસ્થામાં બેઠી હોય અને ઉભી થઇ શકતી ન હોય તેવી ભાળ મળતા ધારીને રેસ્કયુ ટીમ અને ગીર પશ્ચિમના સ્ટાફે સંયુક્ત રીતે આ સિંહણને પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી.

No comments: