
Source: Bhaskar News, Rajula | Last Updated 12:07 AM [IST](14/07/2011)
રાજુલા તાલુકાના નવા આગરીયા તેમજ વાવડી વિસ્તારમાં ખાંભડા તરીકે ઓળખાતા ડુંગરાળ વિસ્તારમાં એક દિપડાના આંટાફેરા થી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. આ વિસ્તારના ખેડુતો દિવસે કે રાત્રે વાડી ખેતરોમાં કે તેમના માલઢોરને ચરાવવા જઇ શકતા ન હોય આ દિપડાની રંજાડથી લોકો મુશ્કેલીમાં મુકાયાં છે.
આગરીયા, વાવડી વિસ્તારના ખેડુતોએ રાજુલા ખાતેની વન કચેરીમાં આ દિપડાને વહેલી તકે પાંજરે પુરવાની માંગ કરી છે. હાલ વાવણી લાયક વરસાદ થઇ ચુકયો હોય પરંતુ આ વિસ્તારના ખેડુતો ખેતીકામ માટે ખેતરોમાં જઇ શકતા નથી કારણ કે દિપડો ગમે ત્યારે હુમલો કરે તેવો ભય ખેડુતોને સતાવી રહ્યો છે.
થોડા સમય પહેલા જ વાવડી નજીક આવેલ થોરડી ગામમાં એક ભરવાડ શખ્સ ઉપર દિપડાએ હુમલો કર્યો હતો. આવો બનાવ આ વિસ્તારમાં ન બને તે પહેલા વનવિભાગ તાત્કાલિક આ સ્થળે પાંજરા ગોઠવી દિપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.
જંગલમાંથી પ્રાણીઓ ભુખ સંતોષવા રેવન્યુ વિસ્તારમાં આવી ચડે છે અને અવારનવાર માલઢોરને ફાડી ખાય છે. તેમજ માણસ ઉપર પણ હુમલો કરે છે. વનવિભાગ તાબડતોબ આ વિસ્તારમાં પાંજરા ગોઠવે તે માટે ગામના આગેવાન પ્રતાપરાય મહેતા, રાવતભાઇ ખુમાણ, સરપંચ છગનભાઇ છોટાળાએ માંગણી કરી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-one-leopard-wandering-in-dungral-area-and-people-fearing-2260301.html
No comments:
Post a Comment