Thursday, July 14, 2011

જ્યારે 3 સાવજો ખેડુતના ઘરમાં ઘુસીને ભેંસ-પાડી પર તુટી પડ્યા.


Source: Bhaskar News, Khambha   |   Last Updated 12:27 AM [IST](06/07/2011)
- ખાંભામાં ખેડૂતના ઘરમાં ઘુસી ત્રણ સાવજોએ ભેંસ અને પાડીનું મારણ કર્યું
- હવે સાવજો પેટની ભુખ ભાંગવા માનવ વસતીમાં ઘુસી જતા ખચકાતા નથી
ગીર જંગલની બહાર વસતા સાવજો હવે પેટની ભુખ ઠારવા છેક ખાંભા શહેરની અંદર ઘુસી રહ્યા છે. આજે વહેલી સવારે ખાંભાના લીમડાપરામાં દીવાલ ટપી ત્રણ સાવજો એક ખેડૂતના ઘરમાં પડ્યા હતા અને ફરજામાં બાંધેલી ભેંસ અને પાડીનું મારણ કર્યું હતુ. સાવજો છેક ખાંભામાં ઘુસી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સાવજોના પેટની ભુખ હવે તેમને માનવ વસતી સુધી ખેંચી લાવે છે. આજે વહેલી સવારે ચારેક વાગ્યાના સુમારે ત્રણ સાવજો છેક ખાંભાના લીમડી પરામાં ઘુસી આવ્યા હતા. અહિં રહેતા કનુભાઇ કારેતાના ઘર પાસે પહોંચ્યા બાદ તેમના ફરજામાં બાંધેલા પશુઓની ગંધ તેમને ઘરમાં કુદવાનું સાહસ કરતા રોકી શકી ન હતી. ત્રણેય સાવજો ઘરની દીવાલ કુદી વાડામાં પડ્યા હતા અને ફરજામાં બાંધલી ભેંસ તથા પાડી પર હુમલો કરી દીધો હતો.
ત્રણેય સાવજોએ ભેંસ તથા પાડીના રામ રમાડી દીધા હતા. પશુના ભાંભરડાથી કનુભાઇનો પરીવાર જાગી ગયો હતો અને તેમણે બુમાબુમ કરી પાડોશીઓની મદદ માંગી હતી. પાડોશીઓ તથા ઘરધણીએ હાંકલા પડકારા કરી આ સાવજોેને ત્યાંથી ભગાડયા હતા. સાવજોના આ પ્રકારના આતંકને લઇને ખાંભામાં લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

No comments: