Thursday, July 30, 2015

હાઇવે પર બે સાવજોની લટાર, લોકોએ લીધો સિંહ દર્શનનો લ્હાવો.


હાઇવે પર બે સાવજોની લટાર, લોકોએ લીધો સિંહ દર્શનનો લ્હાવો

  • Bhaskar News, Amreli
  • Jul 21, 2015, 10:35 AM IST
પીપાવાવ હાઇવે પર બે સાવજો આવી જતા થોડીવાર માટે વાહનો થંભી ગયા
- સાવજોની સુરક્ષા માટે વનતંત્ર હાઇવે પર પેટ્રોલીંગ વધારે તેવી લોકોની માંગ
રાજુલા: રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આજે અહીના વાહનોથી સતત ધમધમતા એવા પીપાવાવ હાઇવે પર બે સાવજો આવી જતા થોડીવાર માટે વાહનો થંભી ગયા હતા. ત્યારે સાવજોની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠયાં છે. રાજુલા પંથકમાં અનેક સાવજોના ટ્રેન હડફેટે પણ મોત થયા હતા. ત્યારે વનવિભાગ દ્વારા હાઇવે પર પેટ્રોલીંગ વધારવામા આવે તેવી પણ સિંહ પ્રેમીઓમાથી માંગણી ઉઠી રહી છે.

રાજુલામાં ભુતકાળમાં અનેક વખત ટ્રેન હડફેટે કે વાહન હડફેટે સાવજોના મોતની ઘટનાઓ બની ચુકી છે. ત્યારે આજે વાહનોથી સતત ધમધમતા એવા પીપાવાવ હાઇવે પર બે સાવજો આવી ગયા હતા. હાઇવે પર સાવજો પસાર થતા વાહન ચાલકોએ પણ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. અહી હાઇવે પર રાત દિવસ મસમોટા વાહનો ધમધમતા રહે છે ત્યારે સાવજોની સુરક્ષાને લઇને પણ સવાલો ઉઠયાં છે. અહી સિંહ દર્શન માટે આસપાસના ઉદ્યોગોમાંથી કર્મચારીઓ અને લોકો ઉમટી પડયા હતા. અહી થોડીવાર પછી સાવજો બાવળની કાટમાં જતા રહ્યાં હતા.
અહી વનવિભાગનો સ્ટાફ ડોકાયો પણ ન હતો. રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક ઉદ્યોગો ધમધમી રહ્યાં છે અહીના માર્ગો પર સતત વાહનો દોડતા રહે છે ત્યારે વનવિભાગ દ્વારા હાઇવે પર પેટ્રોલીંગ વધારવામા આવે અને સાવજોની સુરક્ષા કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

No comments: