Thursday, July 30, 2015

પૂર બાદ ગુમ થયેલા કુલ 30 સાવજો નજરે પડયા, ચાંદગઢની સીમમાંથી ગુમ પાંચ પૈકી ત્રણ મળ્યા.

પૂર બાદ ગુમ થયેલા કુલ 30 સાવજો નજરે પડયા, ચાંદગઢની સીમમાંથી ગુમ પાંચ પૈકી ત્રણ મળ્યા
  • Bhaskar News, Amreli
  • Jul 18, 2015, 09:37 AM IST
- અમરેલીના ચાંદગઢ ગામની સીમમાંથી ગુમ થયેલા પાંચ સાવજો પૈકી ત્રણ સાવજો ગઇકાલે મળી આવ્યા

અમરેલી : સિંહ પ્રેમીઓ માટે વધુ એક ખુશીના સમાચાર આવ્યા છે. 24મી જૂને આવેલા ભારે પુર બાદ અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની સીમમાંથી ગુમ થયેલા પાંચ સાવજો પૈકી ત્રણ સાવજો ગઇકાલે મળી આવ્યા હતાં. બે પાઠડા અને એક સિંહણ દ્વારા ગામની સીમમાં જ મારણ કરાયુ હતું. જો કે હજુ પાંચ માસના બે સિંહબાળની ભાળ મળી નથી. પરંતુ જે રીતે અહિંના કુલ ચાર સાવજો નઝરે પડી ગયા છે તે જોતા આ સિંહબાળ પણ મળી આવે તેવી આશા ઉભી થઇ છે.

અમરેલીના ડીએફઓ ગુર્જરે જણાવ્યુ હતું કે અહિં એક સિંહણ અને તેના બે પાઠડા દ્વારા મારણ કરાયુ હતું. ગુમ થયેલા સાવજો પૈકી ત્રણ નઝરે પડી ગયા છે. પાંચ માસના બે બચ્ચા તે સમયે તેની સાથે ન હતાં પરંતુ સાવજોનું બીહેવીયર જોતા બચ્ચા પણ સલામત હોવાની પુરી શક્યતા છે. વનતંત્રનો સ્ટાફ નઝર રાખી રહ્યો છે.

No comments: