Thursday, July 30, 2015

પુરમાં માત્ર પુખ્ત ઉંમરના સિંહ તણાય ? વન વિભાગ સિંહબાળની ભાળ કેમ મેળવી શકતું નથી ?

  • DivyaBhaskar News Network
  • Jul 01, 2015, 06:35 AM IST
શેત્રુજીનાપાણીએ અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં રહેતા સાવજોનો સોથ બોલાવી દીધો છે. અત્યાર સુધીમાં 12 સિંહોના મોત થયાનું બહાર આવ્યુ છે. નિંભર વનતંત્ર આજકાલથી નહી પરંતુ દાયકાઓથી વન્ય પ્રાણીઓના મોતની ઘટના છુપાવવામાં માહેર છે. ત્યારે જળ હોનારતમાં પણ આવું ચિત્ર નઝરે પડી રહ્યુ છે. લીલીયા અને અમરેલી તાલુકામાં સાવજોની વસતીમાં સિંહબાળની સંખ્યા ખુબ મોટી છે. પરંતુ અત્યાર સુધીમાં વનતંત્રને જે શબ મળ્યા તે તમામ ડાલામથ્થા અને પુખ્ત સાવજોના મળ્યા છે. ત્યારે સવાલ ઉઠે છે કે શું શેત્રુજીએ કદાવર અને પુખ્ત સાવજોને માર્યા છે ? જ્યાં પુખ્ત સાવજો તણાઇ જતા હોય ત્યાં બચ્ચા બચી જાય તેવો સવાલ નથી.

સૌથી વધુ સંખ્યા બચ્ચાની હોય ત્યારે વાડી ખેતરોમાં પાંચ-પાંચ સાત-સાત ફુટ સુધી દોરેલુ પુર માત્ર પુખ્ત ઉંમરના સાવજોને તાણી જાય તેવું બને ? તેની સાથેના બચ્ચા બચી ગયા હોય તે વાત કોઇને ગળે ઉતરતી નથી. અત્યાર સુધીમાં વનતંત્રને જે સાવજોના મૃતદેહ મળ્યા છે તે તમામ સાવજો પુખ્ત ઉંમરના છે. વનતંત્ર એકપણ બચ્ચાના મૃતદેહને શોધી શક્યુ નથી. નીંભર વનતંત્ર જ્યાં સુધી બચ્ચાના મૃતદેહ મળે ત્યાં સુધી તે જીવીત છે તેવું સમજશે તે નક્કી છે. પરંતુ સૌથી મોટી કઠણાઇ છે કે નાના સિંહબાળના મૃતદેહોને પોતાની નિષ્ફળતા છુપાવવા વનતંત્ર નઝર અંદાજ કરી દે તો નવાઇ નહી.

બની રહ્યુ છે પણ આવું જ. ક્રાંકચ નજીક ચાર દિવસ પહેલા એકસિંહબાળનો મૃતદેહ મળ્યો હતો. પરંતુ મૃતદેહ કોહવાયેલો હોય વનતંત્રએ તેને સિંહબાળનો મૃતદેહ ગણવાનો ઇનકાર કરી દીધો છે. મૃતદેહ જંગલી બીલાડીનો ગણી નાખી તેનો નિકાલ કરી નખાયો છે. સિંહબાળના અવશેષ જેવો મૃતદેહ મળે ત્યારે વનતંત્ર તેને બિલાડીના મૃતદેહ તરીકે ખપાવી દે તે શરમની વાત છે. કારણ કે હાલમાં ભલે બચ્ચાની કોઇ ભાળ મળે કે શબ મળે પરંતુ આવનારા દિવસોમાં વનતંત્રએ એક એક બચ્ચાનો હિસાબ આપવો પડશે તે નક્કી છે.

બાબાપુરમાં નજરે ચઢતા સાત સિંહ ક્યાં ગયાં ?

અગાઉદેરડીકુંભાજી, સુલતાનપુર સહિતના વિસ્તારમાં ચક્કર લગાવી બાબાપુરની કાટમાં રહેતા ત્રણ નર, બે માદા અને બે સિંહબાળનો હાલમાં કોઇ અત્તો-પત્તો નથી. અગાઉ સિંહ ગણતરી વખતે પણ અહીં વસતા સાવજો પર ધ્યાન કેન્દ્રીત કરાયુ હતું.

No comments: