Friday, July 31, 2015

ઊના પંથકમાં જંગલ નજીકનાં ખુલ્લા કુવા સિંહો માટે મોત સમાન.

Bhaskar News, Una
Jul 26, 2015, 01:47 AM IST
ઊના પંથકમાં જંગલ નજીકનાં ખુલ્લા કુવા સિંહો માટે મોત સમાન
- વનવિભાગની પારાપેટ બાંધી સુરક્ષીત કરવા અપીલ : લોકોએ પણ જાગૃતતા દાખવવી જરૂરી

ઊના : ઊના તાલુકો ગીર જંગલની નજીક આવેલ તાલુકો છે. અને ગીર જંગલમાં વસવાટ કરતા એશીયાટીક સિંહો સલામત હોવા છતાં અસલામત હોય તેમ છાશવારે અખબારોનાં પાને સિંહોનાં મોતનાં અહેવાલો જોવા મળે છે. ખાસ કરીને જોઇએ તો જંગલનો રાજા સિંહનો વિસ્તાર નજીકનાં ગ્રામ્ય વિસ્તારમાં વધી રહ્યો હોય તેમ હવે જંગલની સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર તેમજ દરીયાકાંઠા વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં સિંહ તેમજ અન્ય દીપડા અને વન્ય પ્રાણી જોવા મળે છે. જેના કારણે સિંહો તેમજ અન્ય વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારની વાડીઓમાં શિકારની શોધમાં નિકળતા હોય છે. ત્યારે ઘણી વખત વાડીઓનાં ખુલ્લા કુવામાં ખાબકવાથી મોતને ભેટતા હોવાની ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાને અટકાવવા વન વિભાગ દ્વારા જાગૃતતા બતાવવામાં આવે છે. સાથે સાથે લોકોએ પણ જાગૃતતા બતાવવી જરૂરી બની ગઇ છે.

વાત છે કે ખુલ્લા કુવા સિંહો માટે તેમજ અન્ય વન્ય પ્રાણી માટે મોતનાકુવા સમાન બની રહ્યો છે ત્યારે તાજેતરમાં ઊના ગીરગઢડા સહિત અન્ય ગીરનાં જંગલની લોર્ડર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવામાં પડી જવાથી અનેક સિંહ તથા સિંહણો તેમજ સિંહબાળ અને દીપડા જેવા ખુંખાર પ્રાણીઓ મોતને ભેટ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. આ ઘટના સામે આવવાનું મુખ્ય કારણ જોવામાં આવે તો શિકારીની શોધમાં તેમજ રાત્રીનાં સમયે વિહરતા વન્ય પ્રાણીઓ અજાણતાનાં કારણે તેમજ જમીન પર રહેલા જાડ અને આડઅડચણોનાં કારણે ખુલ્લા કુવાઓમાં પડી જતાં હોય છે.

વનવિભાગનાં સુત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ ખુલ્લા કુાવમાં પડતા જંગલ પ્રાણીઓ તે ખરેખર ચિંતાનો વિષય છે. ત્યારે હાલ વન ખાતાનાં જણાવ્યા મુજબ અસંખ્ય ખુલ્લા કુવાઓ ગીર લોર્ડરની અડી આવેલા રેવન્યુ વિભાગની જમીનોમાં જોવા મળે છે. આવા કુવાઓને પારાપેટ બાંધવા વનવિભાગ દ્વારા સરકારની વિવિધ યોજના તળે આઠ હજાર જેટલી રકમની ગ્રાન્ટ સહાયરૂપે આપવામાં આવે છે. આ ગ્રાન્ટનો લાભ વાડી માલિકો અને ધરતીપુત્રોએ લઇ ખુલ્લાકુવાઓ તેમજ અવાવરૂ કુવાને ફરતે પારાપેટ બાંધી વન્ય પ્રાણીનાં થતાં મોતને અટકાવવા આગળ આવી જાગૃતતા દેખાડી વનવિભાગને સિંહ-દીપડા જેવા એશિયાટીક જનાવરોને બચાવવા સહકાર આપવો જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.

સિંહ તેમજ દીપડા જેવા વન્ય પ્રાણીઓ જ્યારે રાત્રીનાં સમયે તેમજ દિવસનાં સમયે વિહરવા નિકળે છે. અથવા તો શિકારની શોધ અને પાણીની તરસ છીપાવવા વાડી વિસ્તારમાં અને ગીર બોર્ડર નજીકનાં કોઠા વિસ્તારમાં નિકળે છે. ત્યારે આવા ખુલ્લા કુવાઓની અજાણતાનાં કારણે પોતે ક્યારેક શિકારની શોધમાં કુવાની આજુબાજુનાં ઝાડ તેમજ અડચણ ઉભી કરાયેલ હોય તે તેમા તરાપ મારતા હોય છે. અને તે સિધા કુવાઓમાં પડી જતાં હોય તેની જાણકારી વાડી માલિકોને કે ધરતીપુત્ર વન કર્મચારીને પણ હોતી નથી અને જ્યારે આ બાબતની જાણકારી અથવા વન્ય પ્રાણીની દુર્ગંધ આવે ત્યારે તેની જાણ થાઇ એ વખતે ન તો વન્ય ખાતુ સમયસર પહોંચી બચાવી શક્તું નથી અને આખરે સોરઠનાં સિંહો અને વન્ય પ્રાણીઓ મોતને પોંધી જતા હોય ત્યારે વન્યપ્રેમી જનતા અને વનવિભાગમાં પણ દુ:ખદની લાગણીઓ જોવા મળતી હોય છે.

તાજેતરમાં ભારે પડેલા વરસાદનાં કારણે અમરેલી જિલ્લામાં અનેક સિંહો પાણીમાં તણાઇ જવાનાં કારણે મોતને ભેટ્યા તે ઘટના કુદરત આધારીત હોય વનપ્રાણીને બચાવવી શકાયા ન હતા. પરંતુ ખુલ્લા કુવામાં પડતા વન્ય પ્રાણીઓને બચાવવી શકાયા ન હતા. પરંતુ ખુલ્લા કુવામાં પડતા વન્ય પ્રાણીઓને પડતા અટકાવી શકાય તે આપણા હાથની વાત છે. જરૂરી છે માત્ર આપણે આપણી આળસને ખંખેરી જાગૃતતા બતાવવાની અને વન્ય પ્રાણી પ્રત્યેની લાગણીની કેમ કે વન્ય પ્રાણીને ક્યારે પણ વિહરતા કે શિકાર કરતા અટકાવવા શક્ય નથી. પરંતુ ખુલ્લા કુવા ફરતે પારાપાટ બાંધેલી હશે તો આપણા વનનાં વન્ય પ્રાણીને બચાવી માનવતાની મીશાલ સળગાવી શકીશું

ખુલ્લાકુવામાં પડેલા સિંહની વેદના કેવી હોય છે ?

ખુલ્લા કુવામાં જ્યારે સિંહ-સિંહણ કે વન્ય પ્રાણી પડે છે ત્યારે પાણીમાંથી બહાર નિકળવા અર્થાક પ્રયત્ન કરી ઝઝુમતા હોય છે અને બહાર નિકળવા માટે સતત પ્રયત્ન કરતો હોય છે. જેનાં કારણે તેને તેના શરીરે અનેક પ્રકારની ઇજાઓ થતી હોય છે. અંતે કંટાળી તે પોતાની જાતને પાણીને સર્મતપીત કરી દે છે. અને આ મૃતક પ્રાણીને બહાર કાઢવામાં આવે છે. ત્યારે તેની સ્થિતી જોતા અતી કરૂણાજનક જોવા મળે છે.

વનવિભાગ વન્ય પ્રાણીને બચાવવાનાં પ્રયાસ કરે છે

ઘણા કિસ્સાઓમાં વન અધિકારી અને કર્મચારી સતત વન્ય પ્રાણીનાં સુરક્ષિત રાખવા દેખરેખ કરી તેના લોકેશન પર નજર રાખતા હોય છે. પરંતુ ક્યારેક ઇનફાઇટમાં તો ક્યારેક ખુલ્લા કુવાઓનાં કારણે વન્ય પ્રાણી મોતને ભેટી જતાં આવા કિસ્સાઓમાં વનતંત્ર પણ લાચાર બની જતા હોય છે.

ખુલ્લા કુવા ઢાંકવા વનઅધિકારીની અપીલ

ઊના પંથક અને ગીર વિસ્તાર તેમજ સમુન્દ્રીપટ્ટીનાં કાંઠાળ વિસ્તારમાં ગીર અભિયારણ્ય વિસ્તાર અને તેની આજુબાજુ અને ગીર બોર્ડરનાં ગામોમાં ખુલ્લા કુવા તેમજ અવાવરૂ કુવાઓની જાણકારી આપી તેને બાંધવા મદદરૂપ થવા પણ અપીલ વનખાતા દ્વારા કરાયેલ છે.
 

No comments: