Thursday, July 30, 2015

હોનારતના 18 દિવસ બાદ પણ ચાંદગઢ પંથકના ચાર સાવજોનો કોઇ પત્તો નહી.

  • DivyaBhaskar News Network
  • Jul 12, 2015, 04:35 AM IST
બે સિંહણ અને બે સિંહબાળ જીવતા મળે તેવી શક્યતા ઓછી

ભાસ્કરન્યૂઝ. અમરેલી

પુરહોનારતમાં અમરેલી જીલ્લામાં નદીઓના પાણીએ અનેક સાવજોને મોતને ઘાટ ઉતાર્યા છે. કેટલા સાવજો મર્યા તેની તંત્ર પાસે પણ કોઇ સાચી જાણકારી નથી. કારણ કે કેટલાકના શબ મળ્યા છે જ્યારે કેટલાકનો હજુ સુધી કોઇ અત્તોપત્તો નથી. અમરેલી તાલુકાના ચાંદગઢની સીમમાં રહેતા સિંહ પરિવાર પૈકી માત્ર એક બોખો સિંહ હજુ સુધી દેખાયો છે. બે સિંહણ અને બે બચ્ચાનો આટલા દિવસ બાદ પણ કોઇ અત્તો-પત્તો નથી. અહિં સાવજના રહેઠાણમાં પુરના પાણી ફરી વળ્યા હતા તે જોતા સિંહો બચ્યા હોય તેવી શક્યતા પણ જણાતી નથી.

ચાંદગઢની સીમમાં રહેતા સિંહ પરિવારનું શું થયુ ? પ્રશ્નનો વનતંત્ર પાસે પણ જવાબ નથી. જડ તંત્ર માત્ર લાશ મળે તો સાવજોના મોત થયાનું માનશે તે નક્કી છે. પરંતુ લાશ પણ મળે અને સાવજો પણ ક્યાય દેખાઇ તેનું શું ? ચાંદગઢમાં આવું થયુ છે. અહિં એક સિંહ, બે સિંહણ અને બે બચ્ચા મળી પાંચનો પરિવાર રહેતો હતો. પુર હોનારતમાં જે રીતે પાણી વહ્યા હતાં તે જોતા અહિંના સાવજો બચી શકે તેવી શક્યતા ઓછી હતી. જો કે અહિં બોખો તરીકે ઓળખાતો સિંહ બચી ગયો અને હોનારતના ત્રણ દિવસ બાદ તે નઝરે પણ ચડી ગયો.

સૌથી મોટી ચિંતાની વાત છે કે બે સિંહણ અને તેના બે બચ્ચા સાથે ક્યાય નઝરે ચડતી નથી. સિંહ પરિવારના મૃતદેહો પણ ક્યાય મળ્યા નથી. પુર હોનારતને 18 દિવસ જેવો સમય વિતી ગયો છે.ત્યારે સ્વાભાવીક રીતે આટલા દિવસોમાં સાવજો ક્યાય છાના રહે. આસપાસના વિસ્તારોમાં ક્યાકને ક્યાક તો ચોક્કસ દેખાઇ. પરંતુ વનતંત્રને તો સાવજો ક્યાય નઝરે ચડતા નથી. હોનારતમાં બચી ગયા હોય અને ક્યાય સ્થળાંતર કર્યુ હોય તો બીજા સ્થળે પણ દેખાવા જોઇએ ને ? અહિંના ઇન્ચાર્જ આરએફઓ બી.એમ. રાઠોડે જણાવ્યુ હતું કે હજુ સુધી સિંહ પરિવારની ભાળ મેળવી શકાય નથી.

નાના લીલીયામાં પાંચ સાવજોએ ગામમાં ઘુસી વાછરડાનું મારણ કર્યુ |લીલીયા તાલુકાનાનાના લીલીયા ગામે આજે વહેલી સવારે એક ભરવાડના જોકમાં ઘુસી પાંચ સાવજોએ એક વાછરડાનું મારણ કર્યુ હતું. વિસ્તારમાં પુર પ્રકોપ બાદ પશુઓની સંખ્યા ઘટી છે. ત્યારે સાવજો હવે મારણની શોધમાં ગામની અંદર ઘુસી રહ્યા છે. પાંચ સાવજોનું ટોળુ જોકમાં આખો દિવસ પડયુ હતું. જો કે મારેલા વાછરડાને સાવજો ખાઇ તે પહેલા ગામલોકોને ભગાડી મુક્યા હતાં. ભુખ્યા સાવજોએ ત્યારબાદ ગામ ફરતા ચક્કર લગાવ્યા હતાં.

No comments: