Thursday, July 30, 2015

લીલિયાના લોકી નજીકથી સિંહનો મૃતદેહ કીચડમાં દટાયેલો મળી આવ્યો.

લીલિયાના લોકી નજીકથી સિંહનો મૃતદેહ કીચડમાં દટાયેલો મળી આવ્યો
  • Bhaskar News, Amreli
  • Jul 04, 2015, 00:02 AM IST
લીલિયા: જળ આપદાના દસ-દસ દિવસ બાદ પણ વનતંત્ર સાવજોની શોધ ચલાવી રહ્યું છે અને એક પછી એક સાવજોના મૃતદેહ મળી રહ્યા છે. ગુરુવારે સાંજે લીલિયા તાલુકાના લોકી ગામ નજીક શેત્રુંજી નદીના પટમાંથી એક સિંહનો મૃતદેહ માટીમાં દટાયેલો મળી આવ્યો હતો. જેને પગલે વનતંત્રે ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો લઇ પીએમ કર્યું હતું. 13 સાવજોનાં મોતની ઘટના બહાર આવી ચૂકી છે ત્યારે હજુ અનેક સાવજ વિશે તંત્ર ભાળ મેળવી શક્યું નથી. જે ચિંતાનો વિષય છે.

24મી તારીખે અમરેલી પંથકમાં ગાંડીતૂર બનેલી નદીઓએ અનેક સાવજોને મોતને ઘાટ ઉતારી દીધા છે. જેને પગલે સાવજોના મૃતદેહો મળવાનો સિલસિલો આજે દસમાં દિવસે પણ શરૂ છે. શેત્રુંજી નદીના પાણી એટલા વિશાળ પટમાં રેલાયા હતા કે, વનતંત્ર હજુ સુધી પૂરા વિસ્તારનો સરવે પણ કરી શક્યું નથી અને જેમ જેમ શોધખોળ થતી જાય છે તેમ તેમ સાવજોના મૃતદેહ મળી રહ્યા છે.

No comments: