Thursday, July 30, 2015

સાત સાવજો દ્વારા ચાર ગાયનું મારણ : ખોરાકની શોધમાં નિકળેલા નાના લીલીયામાં સિંહ ત્રાટકયા.

સાત સાવજો દ્વારા ચાર ગાયનું મારણ : ખોરાકની શોધમાં નિકળેલા નાના લીલીયામાં સિંહ ત્રાટકયા
  • Bhaskar News, Amreli
  • Jul 26, 2015, 02:54 AM IST
- સાવજોના સીમમાં સતત ધામાથી ખેડૂતોમાં ભયનો માહોલ

અમરેલી : લીલીયા તાલુકાના નાના લીલીયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ધામા નાખ્યા છે. અને વારંવાર મારણની ઘટનાઓ બની રહી છે. ગઇકાલે ગામ નજીક નિલગાયનું મારણ કર્યા બાદ આજે સાત સાવજના ટોળાએ વધુ ચાર ગાયનું મારણ કર્યુ હતું. આ પ્રકારે સાવજોના વધી રહેલા હુમલાથી ગામ લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

અમરેલી જીલ્લામાં ગમે ત્યારે ગમે તે ગામમાં હવે સાવજો આવી ચડે છે. કારણ કે રેવન્યુ વિસ્તારમાં સાવજોની વસતિ સતત વધી રહી છે. જેનાચ કારણે ખોરાકની શોધમાં સાવજો છેક જે તે ગામની અંદર પણ આવી ચડે છે. ખાસ કરીને લીલીયા, ધારી, ખાંભા કે રાજુલા તાલુકામાં આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બને છે. લીલીયા તાલુકાના નાના લીલીયા ગામના પાદરમાં હવે વધુ ચાર ગાયના મારણની ઘટના બની છે.

ગઇકાલે નાના લીલીયામાં સાંજે સાવજોના ટોળા દ્વારા નિલગાયના મારણની ઘટના બની હતી. દરમીયાન આજે સાત સાવજોનું ટોળુ નાના લીલીયા ગામના પાદર સુધી દોડી આવ્યું હતું અને સવારના પહોરમાં જ આ સાવજોએ રમખાણ મચાવી એક સાથે ચાર ગાયોનું મારણ કરતા ચકચાર મચી ગઇ હતી. ગામલોકોને આ અંગે જાણ થતા ભયનો માહોલ પ્રસરી ગયો હતો. હાલમાં ખેતીની સીઝન ચાલે છે. અને ખેડુતોને સીમમાં સતત અવરજવર કરવી પડે છે ત્યારે  આ પ્રકારની ઘટનાથી ખેડુતો પણ સાવચેત બન્યા છે.

No comments: