Saturday, March 31, 2018

જૂનાગઢની યુવતીએ ગિરનાર જંગલમાં 4 કુળનાં 43 પતંગિયા શોધ્યા

DivyaBhaskar News Network | Last Modified - Mar 28, 2018, 03:45 AM IST
રંગબેરંગી પતંગીયાઓ હવે ઓછા પ્રમાણમાં દેખાઈ છે. ખાસ કરીને જંગલ અને હરિયાળી વાળા વિસ્તારમાં વધુ પ્રમાણમાં પતંગિયા...
  • જૂનાગઢની યુવતીએ ગિરનાર જંગલમાં 4 કુળનાં 43 પતંગિયા શોધ્યા
    જૂનાગઢની યુવતીએ ગિરનાર જંગલમાં 4 કુળનાં 43 પતંગિયા શોધ્યા
    રંગબેરંગી પતંગીયાઓ હવે ઓછા પ્રમાણમાં દેખાઈ છે. ખાસ કરીને જંગલ અને હરિયાળી વાળા વિસ્તારમાં વધુ પ્રમાણમાં પતંગિયા જોવા મળી રહ્યાં છે. પતંગિયા ન હોવાનાં કારણે પર્યાવરણમાં અનેક ફેરફારો પણ થતા રહે છે. ત્યારે જૂનાગઢની યુવતી પતંગિયા પર પોતાની સંશોધન કરી રહી છે. બીએસસી સુધી અભ્યાસ પૂર્ણ કરેલ મિતલ મોરડીયાએ ગિરનારનાં જંગલમાં બે વર્ષ સુધી ફરીને જુદી જુદી જાતનાં પતંગીયાની શોધ કરી છે. મિતલ મોરડીયાએ કહ્યું હતું કે, ભારતમાં લગભગ 1502 જાતનાં પતંગિયા છે. જેમાં 193 જેટલી જાતો ગુજરાતમાં નોંધવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 78 જાતનાં પતંગિયા નોંધાયા છે.

    જૂનાગઢમાં 2016 થી 2018 સુધીનાં અભ્યાસ દરમિયાન લગભગ 43 પતંગિયાની જાતો રેકોર્ડ કરવામાં આવી છે. જેમાં રેર જાતનાં પતંગિયા પણ નોંધવામાં આવ્યા છે. જૂનાગઢ ગિર જંગલમાં અને મોતીબાગ એગ્રીકલ્ચર યુનિ.નાં મેદાનમાં 4 કુળનાં પતંગિયાઓ નોંધાયા છે. પતંગિયાનાં અભ્યાસમાં મેહુલ પટેલ અને વિશાખા ગોહેલે પણ મદદ કરી છે.

    પતંગિયાની હાજરી- ગેરહાજરી પર્યાવરણમાં ફેરફાર સુચવે છે

    પર્યાવરણનું વૈજ્ઞાનિક દ્રષ્ટીએ ઘણું મહત્વ છે. જૈવિક વિવિધતમાં આ પતંગિયાનું ઘણું મહત્વ છે. તેમજ પતંગિયાની હાજરી કે ગેરહાજરી પણ પર્યાવરણમાં ફેરફાર સુચવે છે.

    જૂનાગઢ ગિર જંગલમાં અને મોતીબાગ એગ્રીકલ્ચર યુનિ.નાં મેદાનમાં 4 કુળનાં પતંગિયાઓ નોંધાયા છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034503-1351871-NOR.html

No comments: