Friday, March 30, 2018

ગુજરાતનો આ ખેડૂત ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ ઉતારે છે 20 મણ પપૈયા

Bhaskar News, Amreli | Last Modified - Mar 05, 2018, 04:25 AM IST

ફાચરિયા ગામના ખેડૂત ભાવેશભાઈ વડાલીયા પોતાના ખેતરમાં પપૈયા સાથે જોવા મળે છે
+2 બીજી સ્લાઈડ્સ જુઓ
ફાચરિયા ગામના ખેડૂત ભાવેશભાઈ વડાલીયા પોતાના ખેતરમાં પપૈયા સાથે જોવા મળે છે
અમરેલી: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાના એવા ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ ગત વર્ષથી સામાન્ય પાકોની ખેતી છોડીને બાગાયતી પાકો તરફ વળી કઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. અને તેનું અનુકરણ કરી તેમણે તેમની 7 વીઘા જમીનમાં કુલ 3800 પપૈયાના છોડ વાવ્યા છે જેમાંથી તેઓ ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ 20 મણ પપૈયા ઉતારે છે.

ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ બાગાયત વિભાગમાંથી બાગાયતી ખેતી માટે માર્ગદર્શન મેળવ્યું હતું. અને તેમને તે પ્રમાણે બાગાયતી ખેતી શરૂ કરી હતી. ભાવેશભાઈએ જણાવ્યું હતું કે બાગાયતી ખેતી બરકત વાળી છે. મારે 7 વીઘામાં ટપક સિંચાઈ છે અને પપૈયાના કુલ 3800 છોડ છે. દરરોજના 20 મણ એટલે કે 400 કી. ગ્રા. પાક ઉતરે છે. પપૈયાની ખેતીની ખાસિયત એ છે કે વર્ષભર આ પાક મળી રહે છે. આથી બાગાયતી ખેતી કરતો ખેડૂત ઓછી મહેનતે રોકડીયો વેપાર કરી શકે છે.

બાગાયતી પાકોમાં ઓછા પાણીએ, ઓછી મહેનતે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. બીજા પાકોની સરખામણીએ મજૂરી ખર્ચ ઓછો થાય છે. પપૈયાની ખેતીએ મને ઘણું નવું શીખવાડ્યું છે. અત્યારે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃતિ આવી છે ત્યારે ડાયટ કરતા અને જિમ જતા યુવા- પ્રૌઢ વર્ગમાં પપૈયાને રોજિંદા ખોરાકમાં વધુ મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત ભાવેશભાઈએ જણાવ્યું હતું કે મારા ખેતરમાંથી અમદાવાદ, વડોદરા, સુરત, ઉના, માંગરોળ, મહુવા, રાજુલા, જાફરાબાદ સુધી પહોંચે છે.
બાગાયત વિકાસ યોજના અંતર્ગત સહાય મેળવી હતી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-this-person-gets-20-pounds-of-papaya-every-day-gujarati-news-5823843-NOR.html

No comments: