Friday, March 30, 2018

સાવજોની જીવનદાયીની શેત્રુંજી નદીનો પટ્ટ બન્યો સાવ સુકો ભઠ્ઠ

Bhaskar News, Liliya | Last Modified - Mar 15, 2018, 01:35 AM IST
વનતંત્રએ વન્યપ્રાણીઓ માટેના કૃત્રિમ પાણીના પોઇન્ટ ભરવાનું હજુ શરૂ કર્યુ નથી
  • સાવજોની જીવનદાયીની શેત્રુંજી નદીનો પટ્ટ બન્યો સાવ સુકો ભઠ્ઠ
    સાવજોની જીવનદાયીની શેત્રુંજી નદીનો પટ્ટ બન્યો સાવ સુકો ભઠ્ઠ
    લીલીયા: લીલીયા તાલુકાના શેત્રુંજી નદી સાવજો માટે જીવનદાયીની છે. બલ્કે આ વિસ્તારમાં સાવજોનો વસવાટ જ આ નદીના કારણે છે. નદીના કાંઠે બાવળના જંગલમાં દોઢ દાયકાથી સાવજોએ પોતાનું ઘર બનાવ્યુ છે. હાલમાં ઉનાળાના આરંભે જ નદીનો પટ્ટ સુકો ભઠ્ઠ બન્યો છે. સાવજો માટેના પાણીના પોઇન્ટ પણ કોરા છે. જેના કારણે સાવજો સહિતના વન્યપ્રાણીઓને પાણી માટે આમથી તેમ ભટકવુ પડી રહ્યુ છે.

    લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારોમાં સાવજોનો વસવાટ શેત્રુંજી નદીને આભારી છે. અહિં સાવજો આ નદીના કારણે જ ફુલીફાલી રહ્યા છે. જો કે અવાર નવાર ઉનાળામાં સાવજોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલમાં ઉનાળાના આરંભે જ નદીનો પટ્ટ સુકો ભઠ્ઠ બની ગયો છે. જો કે સાવજો આ નદીનું પાણી ઉનાળામાં પીતા નથી કારણ કે એ ક્ષારયુક્ત બની ગયુ હોય છે. પરંતુ નદીના કારણે આસપાસના તળ સાજા હોય છે અને વાડી-ખેતરોમાંથી સાવજોને પાણી મળી રહે છે.

    હાલમાં સાવજો સહિતના વન્યપ્રાણીઓને પાણી માટે આમથી તેમ ભટકવુ પડે છે. અહિં હરણ, નિલગાય જેવા વન્યપ્રાણીઓની વસતી છે. જો કે ઉનાળામાં વન વિભાગ દ્વારા પાણીના જુદા જુદા પોઇન્ટ ભરવામાં આવે છે. જ્યાં સાવજો સહિતના વન્યપ્રાણીઓ પાણી પીવા આવે છે. હાલમાં વન વિભાગ દ્વારા હજુ સુધી આ જુદા જુદા પોઇન્ટમાં પાણી ભરવાનું શરૂ કરાયુ નથી.
    ભુતળમાં છે કડવું તથા મોળું પાણી

    અહિં મોટાભાગની પવનચક્કીઓ બંધ છે અને જે પવનચક્કીઓ ચાલુ છે તેના મારફત ભુતળમાંથી કડવુ અથવા મોળુ પાણી નિકળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ખારોપાટ ગણાય છે અને ફ્લોરાઇડના કારણે અહિંનું પાણી આવુ નિકળે છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-shetrunji-river-belt-became-dry-in-liliya-gujarati-news-5830431-NOR.html

No comments: