Saturday, March 31, 2018

ગરમીનો પારો ઉંચકાતા સાવજો ડુંગરાળ વિસ્તાર છોડવા લાગ્યાં

Bhaskar News, Junagadh | Last Modified - Mar 29, 2018, 12:57 AM IST
ગીરનાર જંગલમાં કરમદીનાં ઢૂવા અને મોટા પથ્થર સિંહ માટે આશ્રય સ્થાન બન્યા
ગરમીનો પારો ઉંચકાતા સાવજો ડુંગરાળ વિસ્તાર છોડવા લાગ્યાં
ગરમીનો પારો ઉંચકાતા સાવજો ડુંગરાળ વિસ્તાર છોડવા લાગ્યાં
જૂનાગઢ: ગરમી વધતા જ ગીરનાં જંગલ અને આસપાસનાં પી.એફ. વિસ્તારમાં વિચરતી સિંહ પ્રજાતીનો ખોરાક ઓછો થઇ જાય છે. દિવસનાં શિકાર કરવાનું મહદઅંશે ટાળી સિંહ પ્રજાતી ગાઢ વૃક્ષો અને બાગાયતી ખેતીવાળા વિસ્તારો તરફ ચાલ્યા જાય છે. ગીર જંગલનાં છેવાડા પાસે આવેલા અભરામપરા ગામનાં યુવાન ખેડુત કમલ નસીત સાવજ પ્રેમી વ્યકિત હોય પોતાનાં વિસ્તારનાં સિંહ ડુંગરા વિસ્તારમાં શિયાળામાં સિંહોનું રોકાણ વધુ જોવા મળતુ અને ગરમીનો પારો ઉંચકાતા સિંહ પ્રજાતી ડુંગરાળ વિસ્તાર છોડવા લાગી તે પોતાનાં અભ્યાસમાં ધ્યાને આવ્યું હોવાનું જણાવેલ. સિંહ - દીપડા જેવા માંસાહારી પ્રાણીઓનો ખોરાકતો ભારે ગરમીમાં ઘટે છે.
પરંતુ આ પ્રાણીઓ પીવાનું પાણી નજીક મળી રહે અને ગીર જંગલની બોર્ડર નજીકનાં ગામોની સીમોમાં વૃક્ષોવાળા ખેતરોમાં દિવસનાં આકરા તાપમાં છાંયડો શોધી આરામ ફરમાવે છે.
રાત્રીનાં ગરમીનું પ્રમાણ ઓછુ થાય એટલે િશકારની શોધમાં નિકળે રેવન્યુ વિસ્તાર નજીક હોય અેટલે ગાય, ભેંસ, બકરા જેવા દુધાળા માલઢોરનાં આસાનીથી શિકાર કરી ગામડાઓની સીમોમાં ખેડુતોએ ખેતરોમાં બનાવેલ પાણીનાં અવેડામાં પાણી પી દિવસ ઉગે તે પહેલા ફરી છાંયડાવાળા અવાવરૂ વિસ્તારમાં પહોંચી જાય છે.
વર્ષભર ઋતુ અને ઠંડી - ગરમીની વધઘટ સાથે સિંહ પ્રજાતી પોતાનાં શિકાર અને રહેઠાણની વ્યવસ્થામાં ફેરફાર કરતી જોવા મળે છે. ત્યારે જંગલમાં સાવજો માટે પાણીની વ્યવસ્થા ઉભી કરાય એવી માંગ ઉઠી છે. ગીરનાર જંગલમાં કરમદીના ઢૂવા અને મોટા પથ્થરનો આશરો વન્યપ્રાણી લઇ રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-truth-had-to-leave-the-heat-of-mercury-uncakata-hilly-area-gujarati-news-5840017-NOR.html

No comments: