Friday, March 30, 2018

વિધાનસભામાં સિંહનાં મૃત્યુંના મુદે ભારે ચર્ચા જાગી હતી બે

DivyaBhaskar News Network | Last Modified - Mar 17, 2018, 03:50 AM IST
વિધાનસભામાં સિંહનાં મૃત્યુંના મુદે ભારે ચર્ચા જાગી હતી બે વર્ષમાં 184 સિંહનાં મૃત્યુંનાં અહેવાલ પ્રસિધ્ધ થતાં...
  • વિધાનસભામાં સિંહનાં મૃત્યુંના મુદે ભારે ચર્ચા જાગી હતી બે

    વિધાનસભામાં સિંહનાં મૃત્યુંના મુદે ભારે ચર્ચા જાગી હતી બે વર્ષમાં 184 સિંહનાં મૃત્યુંનાં અહેવાલ પ્રસિધ્ધ થતાં એસી ચેમ્બરમાં બેસી સિંહ સંવર્ધન અને રક્ષણની વાતો કરતા અધિકારીઓની ખરેખર ઉંઘ ઉડી ગઇ હતી ત્યારે આજે દક્ષિણ સૌરાષ્ટ્ર જિલ્લાનાં વન વિભાગ, પોલીસ, પીજીવીસીએલ તેમજ રેલ્વે વિભાગનાં અધિકારીઓની મિટીંગ જૂનાગઢ રેન્જ આઇજી ડો.રાજકુમાર પાન્ડિયનનાં અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ગેરકાયદેસર સિંહ દર્શનની ઘટનાઓ અટકાવવા સઘન જોઇન્ટ પેટ્રોલીંગ કરવાનો નિર્ણય લેવાયો હતો. જૂનાગઢ પ્રાણી વર્તુળનાં સીસીએફ ડો.એ.પી.સિંઘે કહ્યુ હતું કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાનાં વન અને પોલીસ અધિકારીઓ પાસેથી રિવ્યુ જાણ્યા બાદ ગેરકાયદેસર સિંહ દર્શનનાં કિસ્સાઓ જોવા મળતા હોય તે અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા એક વર્ષમાં સિંહ અને વન્ય પ્રાણીઓ અંગેનાં 71 ગુનાઓ બન્યા છે. જેમાં 123 લોકોની અટક કરવામાં આવી છે. તેમજ હાલ 249 જેટલા વન્ય પ્રાણી અંગેનાં કેસ પડતર છે. આ ઉપરાંત સિંહ મુમેન્ટ વાળા વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા ખુલ્લા વાયર સહિતનાં મુદે ચર્ચા કરવામાં આવી છે. પીપાવાવ-ભાવનગર રેલ્વે લાઇન પર સિંહનાં મૃત્યુની ઘટનાઓ બને છે ત્યારે પ્રતિબંધીત વિસ્તારમાં નિયમ અનુસાર ટ્રેનની ઝડપ ઓછી રહે તે માટે મોનિટરીંગ કરવા સુચના અપાઇ છે. તેમજ પીપાવાવ નજીક વિસ્તાર આઇડેન્ટીફાઇ કરી રેલ્વે ટ્રેક પર કેમેરા મુકવા અને ટ્રેકરને તાલીમ આપવા ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રેલ્વેમાં દરખાસ્ત કરાશે. તેમજ પર પ્રાંતિય મજુરીનું શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રખાશે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-035003-1282779-NOR.html

No comments: