Friday, March 30, 2018

બૃહદગીરમાં વન્યપ્રાણીઓ માટે તંત્રએ પાણીનાં પોઇન્ટ ઉભા કર્યા

Bhaskar News, Amreli | Last Modified - Mar 22, 2018, 11:09 PM IST
ઉનાળા દરમિયાન પાણી માટે માઇલો સુધી ભટકતાં પ્રાણીઓને મુશ્કેલી ન પડે તે માટે વનવિભાગની કવાયત
  • બૃહદગીરમાં વન્યપ્રાણીઓ માટે તંત્રએ પાણીનાં પોઇન્ટ ઉભા કર્યા
    બૃહદગીરમાં વન્યપ્રાણીઓ માટે તંત્રએ પાણીનાં પોઇન્ટ ઉભા કર્યા
    અમરેલી: ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. પીવાના પાણી માટે લોકો હાડમારી અનુભવી રહ્યા છેફ પણ ગીરની શાન ગણાતા સિંહો માટે વનતંત્રએ પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરી છેક બૃહદગીર ગણાતા રેવન્યુ વિસ્તારમા વસવાટ કરતા સિંહો સહિતના વન્યપ્રાણીઓને પીવાના પાણી મેળવવા મુશ્કેલી ન પડે તે માટે પીવાના પાણીના પોઇન્ટ ભરવામા આવી રહ્યાં છે.
    અમરેલી જિલ્લામા બૃહદગીરમા વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે આમથી તેમ ભટકવુ ન પડે તે માટે હાલ વનવિભાગ દ્વારા ટેન્કરો મારફત પાણીના પોઇન્ટ ભરવામા આવી રહ્યાં છે. અહીના લીલીયાના ક્રાંકચ સહિતના વિસ્તારોમા 40 જેટલા સાવજો વસવાટ કરી રહ્યાં છે.
    ઉનાળામા સાવજોને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે અહી પવનચક્કી તેમજ ટેન્કરો મારફત પાણીના પોઇન્ટ ભરવામા આવી રહ્યાં છે. લીલીયા,ક્રાક્ચ સહિતના વિસ્તારોમાં સિંહો સાથે હરણ, નીલગાય સહિતના વન્યપ્રાણીઓનો વધુ વસવાટ છે. ત્યારે આ સિંહો માટે ભારે ઝાડીઝાંખરા વચ્ચે મનુષ્ય ન ચાલી શકે તેવા વિસ્તારોમાં પાણીની નવી કુંડીઓ વનતંત્રે બનાવી છે. તો પવનચક્કીઓ જે બંધ હતી તે ચાલુ કરાવીને સિંહો માટે આખો ઉનાળો પાણી માટે જ્યાં ત્યાં ગામડાઓમાં પાણીની તરસ છીપાવવા ઘૂસવું ન પડે તેવી સુવિધા વનવિભાગે કરીને સિંહો બચાવવા માટેનો ભગીરથ કાર્ય કરી રહ્યું છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-the-system-created-water-points-for-wildlife-in-greater-gardens-gujarati-news-5835768-NOR.html

No comments: