Wednesday, October 31, 2007

ગીરમાં લાકડાં કટીંગના બાતમીદારને અધિકારીએ ઘઘલાવી નાખ્યો

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૩૦ :
ગીર જંગલમાં સિંહોના હત્યાકાંડ બાદ ચોંકી ઉઠેલી સરકારે જંગલ અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે પુરજોશમાં કાર્યવાહી ધરી છે ત્યારે ગીર જંગલમાં થઈ રહેલી લાકડા કાપવાની ગેરકાયદેસર પ્રવૃતિ અંગે બાતમી આપવા ગયેલ એક ગ્રામજનને વન અધિકારીએ પ્રતિબંધાત્મક વિસ્તારમાં શા માટે ગયા.? જેવો પ્રશ્ન પુછી યોગ્ય પગલા લેવાને બદલે બાતમીદારને જ ઘઘલાવી નાખ્યો હોવાની ઘટનાએ ગીર વિસ્તારમાં સારી એવી ચર્ચા જગાવી છે. ધરમ કરતા ધાડ પડે એ કહેવતને સાર્થક કરતા બનેલા કિસ્સા વિશે આધારભુત માહિતી અનુસાર ગીર જંગલમાં એક વિસ્તારમાં થઈ રહેલ ગેરકાયદેસર લાકડા કટીંગ વિશે એક ગ્રામજને લગતા વિસ્તારના અધિકારીને જાણ કરી તો આ અધિકારીએ ગેરકાયદેસર લાકડા કટીંગની પ્રવૃતિ સામે કડક પગલા લેવાને બદલે બાતમી આપનારને જ ઘઘલાવી નાખ્યો.જંગલના પ્રતિબંધાત્મક વિસ્તારમાં તમે શા માટે ગયા.? લાકડા કટીંગની ગેરકાયદેસર પ્રવૃતિની તમને કેમ ખબર પડી.? જેવા સવાલો સાથે આ અધિકારીએ બાતમી આપનારને તેની સામે જંગલના પ્રતિબંધવાળા વિસ્તારમાં જવા બદલ ફરીયાદ નોંધવાની પણ ધમકી આપી હોવાની વાત જાણવા મળેલ છે.સાવજોના હત્યાકાંડ બાદ મુખ્યમંત્રીએ ગીર જંગલ
ી મુલાકાત લઈ ગિર વિસ્તારના ગામડાઓના પ્રજાજનો સાથે મીટીંગ યોજી સીધી જ વાતચિત કરી જંગલમાં ચાલતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃતિ બાબતે વન અધિકારીઓને જાણ કરવાની પ્રજાને અપીલ કરી હતી. બીજી તરફ ગિરનાર જંગલમાં પણ જંગલ અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વનખાતા દ્વારા અભિયાન હાથ ધરાયુ છે. ત્યારે સૌપ્રથમ તો એ અધિકારીએ બાતમીદાર સામે આવુ વર્તન કેમ કર્યુ.? યોગ્ય પગલા લેવાને બદલે બાતમીદારોને જ શા માટે ઉધડો લીધો.? અને આવી રીતે જો થતુ હોય તો સ્થાનીક પ્રજાજનો બીજી વખત કોઈપણ પ્રકારની બાતમી આપે ખરા.? જેવા તરેહ તરેહના પ્રશ્નો હાલમાં ગીરના એ વિસ્તારના ગામડાઓમાંથી પુછાઈ રહ્યા છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=32084&Keywords=Sorath%20gujarati%20news

No comments: