Saturday, October 27, 2007

સિંહ હત્યાકેસમાં આરોપીના નાર્કોટેસ્ટ માટે કોર્ટનો આદેશ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Dhari
Wednesday, October 24, 2007 23:50 [IST]



વન્યપ્રાણીના શિકાર બદલ ત્રણથી ૭ વર્ષની સજાની જોગવાઈ

Lionધારીના પ્રેમપરા ગામના ખેડૂત દ્વારા પોતાના ખેતરની ફરતે ઈલેકિટ્રક વાડ ઊભી કરાયા બાદ તેના સંપર્કમાં આવેલા પાંચ જેટલા સિંહના થયેલા મોત બાબતે આજે કોટર્ે અભૂતપૂર્વ ચુકાદો આપીને આરોપીઓના જામીન ફગાવી દઈને મુખ્ય આરોપીનો નાર્કોટેસ્ટ કરાવવાનો હુકમ કર્યોછે.

આ અંગેની વિગત એવી છે કે, ગત તારીખ ૧૯મીના રોજ સિંહના દટાયેલા અવશેષો બહાર આવતાં ધારીના પ્રેમપરા ગામના ખેડૂત દ્વારા ખેતર ફરતે વીજકરંટવાળી વાડ રાખીને તેમને મોતને ઘાટ ઉતારી દેવાયાનું બહાર આવ્યું હતું.

આ કેસમાં પોતાના ખેતરની ફરતે ગેરકાયદે વાડ ગોઠવનાર ખેડૂત દુર્લભજીભાઈ શંભુભાઈ વાડદોરિયાએ પોતે વનવિભાગને ખેતરમાં દટાયેલા સિંહ બાબતે વિગતો આપી હતી.

કેસમાં તેઓ અને બીજા ત્રણ સહ આરોપીઓ પરષોત્તમભાઈ દુર્લભજીભાઈ વાડદોરિયા, રવજીભાઈ છગનભાઈ હીરાણી અને ભલાભાઈ ખીમાભાઈ પરમારની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી અપાયા હતા. આરોપીઓએ જામીન પર છૂટવા માટે ધારી કોર્ટમાં અરજ કરી હતી, પરંતુ નામદાર કોટર્ે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓની જામીન અરજ નામંજૂર કરી હતી.

આ કેસમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સિંહ યા દીપડા જેવા વન્યપ્રાણીના શિકારના કેસમાં ૩ થી ૭ વર્ષ સુધીની સજા અને ૧૦,૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ છે. તેમજ શિકારના આવા બીજા ગુના માટે સાત વર્ષ સુધીની સજા ઉપરાંત રૂપિયા ૨૫,૦૦૦ના દંડની જોગવાઈ છે.

જજ આઈ.આઈ.પઠાણે બંને પક્ષોની દલીલ સાંભળી હતી અને ગુનાની ગંભીરતાં જોતાં આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી અને મુખ્ય આરોપીનો નાર્કોટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી.

વાડ કરનારા ચેતી જાય

ધારી વનવિભાગના ડીએફઓ જે.એ.સોલંકી દ્વારા આજરોજ એવી જાહેર અપીલ કરવામાં આવી હતી કે, પોતાના ખેતર ફરતે વીજકરંટ ધરાવતી વાડ કરવી એ તદૃન ગેરકાયદે છે અને ખેડૂતો તેમ કરી શકે નહીં. તેમણે ખેડૂતોને અપીલ કરી હતી કે, આવી વાડ કરનારા ચેતી જાય.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/24/0710242352_death_lion.html

No comments: