Saturday, October 27, 2007

સાવજોની હત્યાના પ્રકરણમાં વનવિભાગનું કૂણું વલણ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Dhari
Wednesday, October 24, 2007 03:34 [IST]

dhariધારીના પ્રેમપરા વિસ્તારમાં એક સાથે પાંચ-પાંચ સાવજોની હત્યાના બનાવથી સિંહપ્રેમીઓ સ્તબ્ધ બની ગયા છે, પણ જાડી ત્વચા ધરાવતા વનતંત્રનું રૂંવાડું પણ ફરકયું ન હોય, એમ તંત્ર હજુ પણ એવું ને એવું નિજાનંદમાં મસ્ત અને બેદરકાર નજરે પડી રહ્યું છે.

તંત્ર દ્વારા પત્રકારોને માહિતી આપવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દેવાયો હોય એમ વનખાતાના અધિકારીઓએ કશુંક છૂપાવવાના હેતુથી મોઢા સિવી લીધા છે.

પ્રેમપરામાં એક ખેડૂતે પોતાની વાડી ફરતે બાંધેલા વીજપ્રવાહવાળા વાયરોને અડકી જવાથી ત્રણ સિંહણ અને બે સિંહ બાળના કમોત થયા હતા. આ બનાવમાં એ વાડીના માલિક સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી. અદાલતે આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા અને રિમાન્ડ પૂરા પણ થઈ ગયા છે.

પણ બનાવ અંગે વધુ પ્રકાશ પાડી શકે એવી કોઈ વિગત આરોપીઓ પાસેથી મેળવવામાં નિષ્ફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે.સિંહોની હત્યામાં વનખાતાનું વલણ રહસ્યમય છે. તમામ સાવજો એક જ રાતમાં મૃત્યુ પામ્યા હોવાનું વનખાતું જણાવે છે, ત્યારે શું તમામ સાવજોને એક જ રાતમાં દાટવાનું શકય બને ?

એક સિંહનું વજન ચારથી પાંચ મણનું હોય છે. ખાડામાં ખોદીને તમામ સાવજોને દાટવાનું કòત્ય બે-ચાર માણસોથી થઈ શકે નહીં એવી એક માન્યતા છે. આરોપીઓ પાસેથી તંત્ર કાંઈ નોંધપાત્ર વિગતો ઓકાવી શકી નથી.

સાવજોને બચાવવા માટે જરૂર પડે તો એક પોસ્ટકાર્ડ લખવાથી ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બાકીના તમામ કામ પડતાં મુકીને દોડી આવશે એવું વચન આ પહેલાના સામુહિક શિકાર વેળાએ સ્વયં મુખ્યમંત્રીએ આપ્યું હતું.

મુખ્યમંત્રીને કદાચ સાવજોની ચિંતા હશે, પણ વનખાતું કે જે આ મોત માટે જવાબદાર છે. એને એની કાંઈ ખાસ ગંભીરતા ન હોય એવું ચિત્ર ઉપસ્યું છે. પત્રકારો આ પ્રકરણ અંગે પૂછપરછ કરે છે, પણ ‘ઉપર’થી આવેલા આદેશને પગલે વનતંત્રે મોં બંધ કરી દીધા છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/24/0710240338_forest_chapter.html

No comments: