Saturday, May 1, 2010

ગીરના જંગલમાં સિંહબાળની સંખ્યા વધી.

Sunday, Apr 25th, 2010, 2:53 am [IST] 
Jitendra Mandaviya, Talala
cub૧૩મી સિંહ વસતી અંદાજ માટે આજથી ચાર દિવસ માટે શરૂ થયેલ સિંહ ગણતરીનાં પ્રારંભે સિંહોનાં રહેઠાણ સમા ગીર જંગલ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધવાનો શુભ સંકેત મળ્યો હોય તેવા શુકન થયા છે. આરક્ષીત ગીર જંગલની સાસણ, દેવળીયા, દેડકડી રેન્જનાં જંગલ વિસ્તારમાંથી કેટલાક નાના સિંહબાળો જોવા મળતા સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાનો શુભ સંકેત ગણતરીનો પ્રારંભ થતા વનવિભાગનાં અધિકારીઓ પણ આનંદીત બની ગયા છે.
એશિયાટીક સિંહોની વસતીનો અંદાજ મેળવવા આજથી શરૂ થયેલ સિંહ ગણતરીનાં પ્રારંભે શુભ શુકન થયા છે. ગીર જંગલનાં આરક્ષીત ગીર અભ્યારણમાં સાસણ, દેવળીયા, દેડકડી, ભોજદેનાં જંગલ વિસ્તારોમાં પીળીપાટનાં જંગલ, કોરંભા, કમલેઅર વિસ્તારોમાં સિંહણ (માદા) સાથે નાના સિંહબાળો વધુ સંખ્યામાં જોવા મળ્યા છે.
પાણીનાં પોઈન્ટ નજીક સિંહણ સાથે ધીંગામસ્તી, ઉછળકુદ કરતા નાના સિંહબાળો વધુ સંખ્યામાં જોવા મળ્યા છે. પાણીના પોઈન્ટ નજીક સિંહણો સાથે ધીંગામસ્તી, ઉછળકુદ કરતા નાના સિંહબાળો ને જોઈ વનવિભાગનાં અધિકારીઓ આનંદીત બની ઉઠ્યા છે.
સિંહ પ્રજાતીને ટકાવવા સિંહોનાં સંવર્ધન સાથે રક્ષણ પુરૂપાડવા કેન્દ્રીય વનવિભાગે ૧૯૭૪માં વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ લાગુ કરતા દર પાંચ વર્ષનાં સમયાંતરે સિંહોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે.
૨૦૦૫માં થયેલ ગણતરીમાં ૩૫૯ સિંહો અસ્તિત્વમાં હોવાનું નોંધાયેલ જેમાંથી નર/માદા/પાદડા/બચ્ચા મળી કુલ ૨૯૧ સિંહો ગીર જંગલનાં લાગુ વિસ્તાર અને આરક્ષીત ગીર અભ્યારણમાં વસવાટ કરતા હોવાનું નજરે આવેલ ત્યારે ૨૦૧૦ની ૧૩મી ગણતરીનાં પ્રારંભે અરક્ષીત જંગલ વિસ્તારમાં જેટલા સિંહબાળ જોવા મળતા વનરાજોનું મનપસંદ આવાસ સ્થાન ગીર જંગલ જ હોવાનું ફલીત થાય છે.
દોઢ માસથી એક વર્ષની ઉંમરનાં નાના સિંહ બાળની નોંધપાત્ર સંખ્યા ગણતરી પ્રારંભે જ જોવા મળતા સિંહોની સંખ્યા વધવાનો સારો સંકેત મળી રહ્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/25/lion-population-counting-result-908363.html

No comments: